અમરેલી, 11 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજ રોજ અમરેલી ખાતે “આંતરરાષ્ટ્રીય દિકરી દિવસ” નિમિતે જનજાગૃતિ રેલી તથા પ્રતિજ્ઞા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ, શિક્ષકો, વાલીજનો તથા સમાજના આગેવાનો ઉત્સાહભેર જોડાયા.
આ અવસરે ઉપસ્થિત મહાનુભાવોએ દિકરીના શિક્ષણ, સુરક્ષા, અને સમાન અધિકાર વિશે સંદેશ આપ્યો. દિકરીઓને સમાન તક મળે, તે માટે સમાજના દરેક વર્ગે સક્રિય સહભાગી બનવાની જરૂર છે, એવો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો. રેલી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ “બેટી બચાવો, બેટી વાંચાવો” જેવા સૂત્રો સાથે લોકોમાં જાગૃતિ લાવી.
કાર્યક્રમ દરમિયાન પ્રતિજ્ઞા લેવાઈ કે દરેક વ્યક્તિ દિકરીના શિક્ષણ અને સન્માન માટે યથાશક્તિ યોગદાન આપશે અને લિંગ સમાનતાની દિશામાં કામ કરશે. કાર્યક્રમનું સંચાલન જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવ્યું.
આવો ઉપક્રમ સમાજમાં દિકરી પ્રત્યે સકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવાની દિશામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે અને મહિલા સશક્તિકરણના પ્રયાસોને વધુ બળ આપે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai