પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ગણપત યુનિવર્સિટીમાં વિશિષ્ટ કૃષિ કાર્યક્રમ
મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.)કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PM-DDKY) અંતર્ગત કૃષિ વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો, કૃષિ વિજ્ઞાન
પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ગણપત યુનિવર્સિટીમાં વિશિષ્ટ કૃષિ કાર્યક્રમ


પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અંતર્ગત ગણપત યુનિવર્સિટીમાં વિશિષ્ટ કૃષિ કાર્યક્રમ


મહેસાણા, 11 ઓક્ટોબર (હિ.સ.)કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી ખાતે કેન્દ્ર સરકારની પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના (PM-DDKY) અંતર્ગત કૃષિ વિકાસ માટે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો, કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો અને ખેતીવાડી ખાતાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ યોજનાનો હેતુ ખેતીમાં આધુનિક ટેક્નોલોજી, કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન અને ઉપજ વધારવા માટેના સાધનોનો ઉપયોગ વધારવાનો છે. ઉપરાંત ખેડૂતોને પેક હાઉસ, કોલ્ડ સ્ટોરેજ અને મૂલ્યવર્ધન જેવી સુવિધાઓ પૂરી પાડવાની દિશામાં પ્રયત્નો થઈ રહ્યા છે.

કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રીએ જીવંત પ્રસારણ દ્વારા સંબોધન આપ્યું અને જણાવ્યું કે “આ યોજના માત્ર ખેતીને નફાકારક બનાવવાનો પ્રયાસ નથી, પરંતુ ભારતને કૃષિ ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવા માટેનું મજબૂત પગલું છે.”કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકોએ ખેડૂતોને નવીન ખેતી પદ્ધતિઓ, ફસલ સુરક્ષા અને સંકલિત ખેતીના માર્ગદર્શનો આપી તેમની ઉપજ વધારવા માટે પ્રેરિત કર્યા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande