ડાબેરી સરકારોએ, સનાતન સંસ્થાઓને લૂંટ અને ભ્રષ્ટાચારના અડ્ડામાં ફેરવી દીધી છે: તરુણ ચુઘ
નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). સબરીમાલા મંદિર સોનાની ચોરીના મામલામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કેરળ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે, ડાબેરી સરકારોએ સનાતન સંસ્થાઓને લૂંટ અને ભ્રષ્ટાચારના અડ્ડામાં ફેરવી દીધી છે. આ ઘટના પર પ્રહાર કરતા ભા
ભાજપના મહાસચિવ તરુણ ચુઘ


નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). સબરીમાલા મંદિર સોનાની ચોરીના મામલામાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ કેરળ સરકાર પર નિશાન સાધ્યું છે. ભાજપે કહ્યું કે, ડાબેરી સરકારોએ સનાતન સંસ્થાઓને લૂંટ અને ભ્રષ્ટાચારના અડ્ડામાં ફેરવી દીધી છે. આ ઘટના પર પ્રહાર કરતા ભાજપના મહાસચિવ તરુણ ચુઘે કહ્યું, દેશના સૌથી લોકપ્રિય પૈકીના એક સબરીમાલા મંદિર જેવા પવિત્ર તીર્થસ્થાનોમાં સોનાની લૂંટ શરમજનક છે. તાત્કાલિક નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુનેગારોને પકડવા જોઈએ. ભક્તોની શ્રદ્ધા સાથે આ છેડછાડ અસહ્ય છે.

શનિવારે ભાજપ મુખ્યાલયમાં મીડિયા સાથે વાત કરતા ચુઘે કહ્યું, કેરળમાં ડાબેરી સરકારે હિન્દુ મંદિરોને ભ્રષ્ટાચારના અડ્ડામાં ફેરવી દીધા છે. રાજ્ય સરકારની એસઆઈટી તપાસ, રાજકીય આશ્રયની ગંધ આપે છે. જવાબદારી નક્કી થવી જોઈએ અને દોષિતો સામે કાર્યવાહી થવી જોઈએ. 39 દિવસ સુધી મંદિરની વસ્તુઓ કેવી રીતે ખસેડી શકાય? કેરળમાં ડાબેરી સરકાર વર્ષોથી મંદિરનું સોનું લૂંટી રહી છે. ડાબેરી સરકાર વર્ષોથી મંદિરનો ઉપયોગ સોનાની લૂંટ માટે કેન્દ્ર તરીકે કરી રહી છે. આ દુનિયાભરના સનાતન ધર્મ ધરાવતા લોકો માટે દુઃખદ સમાચાર છે. આની તાત્કાલિક તપાસ થવી જોઈએ અને દોષિતો પર કાર્યવાહી થવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે, શુક્રવારે કેરળ હાઈકોર્ટે સબરીમાલા મંદિરના દરવાજામાંથી સોનાની ચોરીના કેસમાં ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો હતો. કોર્ટે રાજ્ય પોલીસને તપાસ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો હતો. વિજિલન્સ રિપોર્ટ અનુસાર, આશરે 474.9 ગ્રામ સોનું ઉન્નીકૃષ્ણન પોટ્ટીને સોંપવામાં આવ્યું હતું. એસઆઈટી ને તપાસની વિગતો જાહેર ન કરવા સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande