નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (એનડીએ) બિહાર
વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની વહેંચણી પ્રક્રિયા ચાલુ રાખી રહ્યું છે. સવારે
બિહારના પ્રભારી વિનોદ તાવડેના નિવાસસ્થાને, બેઠકો યોજાઈ હતી.ત્યારબાદ જેપી
નડ્ડાના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી.
એનડીએમાં, હિન્દુસ્તાની આવામ મોરચા અને એલજેપી રામવિલાસ
પાસવાનના જોડાણનો મુદ્દો હાલમાં દાવ પર છે. બંને જોડાણોમાં આ મુદ્દાને ઉકેલવાના
પ્રયાસો ચાલી રહ્યા છે. દરમિયાન, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ સાંજે 7 વાગ્યે મળવાની
છે, જ્યાં ઉમેદવારોના
નામોને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા અનુસાર,”એનડીએની બેઠકની જાહેરાત આજે સાંજ સુધીમાં થવાની અપેક્ષા છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના નિવાસસ્થાને ઘણા કલાકો સુધી ચાલેલી આ
બેઠકમાં, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડૉ. દિલીપ જયસ્વાલ, નાયબ મુખ્યમંત્રી
સમ્રાટ ચૌધરી, વિજય સિંહા, બિહાર ચૂંટણી
પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાન,
બિહાર પ્રભારી
વિનોદ તાવડે અને બિહાર ભાજપના અનેક વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.”
સૂત્રોના જણાવ્યા અનુસાર,”જીતન રામ માંઝીની પાર્ટી, હિન્દુસ્તાની આવામ મોરચા અને એલજેપી-રામવિલાસ
વચ્ચે, કેટલીક બેઠકો પર વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દાને ઉકેલવા માટે બંને
ગઠબંધનોમાં પ્રયાસો ચાલી રહ્યા છે.”
ઉલ્લેખનીય છે કે, શનિવારે ભાજપ પ્રમુખના નિવાસસ્થાને બેઠક
વહેંચણી અંગે આઠ કલાકની બેઠક યોજાઈ હતી. વધુમાં, શનિવારે રાત્રે બિહારના પ્રભારી ભાજપના
રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેના નિવાસસ્થાને, એક ખાસ બેઠક યોજાઈ હતી. કેન્દ્રીય
મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આ બેઠકમાં હાજર રહ્યા હતા.”
રવિવારે ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક
યોજાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, જેપી નડ્ડા અને મહાસચિવ હાજરી આપશે. સૂત્રોનું માનવું છે કે,
બેઠક બાદ સોમવારે ભાજપના ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ શકે છે.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ