અફઘાનિસ્તાન શાંતિ ઇચ્છે છે, જો પાકિસ્તાન નહીં માને તો અન્ય વિકલ્પો ઉપલબ્ધ: વિદેશ મંત્રી મુત્તાકી
નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ વચ્ચે, અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે,” અફઘાનિસ્તાન શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની સરહદો અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ પર કોઈ
અફગાનિસ્તાન


નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર વધતા તણાવ

વચ્ચે, અફઘાનિસ્તાનના

વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ જણાવ્યું હતું કે,” અફઘાનિસ્તાન શાંતિ ઇચ્છે છે, પરંતુ તેની સરહદો

અને રાષ્ટ્રીય હિતોના રક્ષણ પર કોઈ સમાધાન કરશે નહીં. કતર અને સાઉદી અરેબિયાની

મધ્યસ્થીથી અફઘાન પક્ષ હાલમાં યુદ્ધવિરામ માટે સંમત થયુ છે, પરંતુ જો

પાકિસ્તાન શાંતિ નથી ઇચ્છતું, તો અફઘાનિસ્તાન પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે.”

અફઘાન વિદેશ મંત્રી મુત્તાકીએ આજે ​​અફઘાન દૂતાવાસમાં બીજી

વખત, પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સ દરમિયાન, તેમણે વિવિધ વિષયો પર પત્રકારોના પ્રશ્નોના

જવાબ આપ્યા હતા અને અગાઉની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવાના

મુદ્દા પર સ્પષ્ટતા કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારો આગળની હરોળમાં

હાજર હતા.

પાકિસ્તાન સાથેના તણાવ અંગે, અમીર ખાન મુત્તાકીએ કહ્યું કે,” ત્યાંના લોકો

અને મોટાભાગના રાજકારણીઓ અફઘાનિસ્તાન સાથે સારા સંબંધો ઇચ્છે છે, પરંતુ કેટલાક

તત્વો વાતાવરણને બગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે.” તેમણે કહ્યું કે,” કોઈ પણ - ચંગીઝ

ખાન, બ્રિટિશરો કે

અમેરિકનો નહીં - બળ દ્વારા 2,400 કિલોમીટર લાંબી, વિશ્વાસઘાતી ડ્યુરન્ડ લાઇનને નિયંત્રિત કરી શકે નહીં.”

મુત્તાકીએ સ્પષ્ટ કર્યું કે,” પાકિસ્તાનમાં ચાલી રહેલ

સંઘર્ષ પાકિસ્તાનનો આંતરિક મામલો છે, અને તેના માટે અફઘાનિસ્તાનને દોષી ઠેરવવો અન્યાયી છે.

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી) અંગે, તેમણે કહ્યું કે,” અફઘાનિસ્તાનમાં તેની કોઈ હાજરી નથી. હાજર

રહેલા લોકો પાકિસ્તાનથી વિસ્થાપિત શરણાર્થીઓ છે.” તેમણે ચાર કલાકના મર્યાદિત વળતા

હુમલાની, પુષ્ટિ કરતા કહ્યું કે,” અફઘાન સેનાએ તેના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા છે

અને કોઈ નાગરિકોને નુકસાન થયું નથી. કતર અને સાઉદી અરેબિયાની વિનંતી પર લડાઈ બંધ

કરવામાં આવી છે.”

મુત્તાકીએ કહ્યું કે,” અફઘાનિસ્તાન તેની સરહદ અને રાષ્ટ્રીય

સુરક્ષાની સંપૂર્ણ જવાબદારી લે છે. કોઈપણ ખતરાની સ્થિતિમાં, લોકો અને સરકાર

દેશનું રક્ષણ કરવા માટે એક થાય છે.” તેમણે સમજાવ્યું કે,” અફઘાન સરકાર ઇસ્લામિક

સિદ્ધાંતો પર આધારિત છે, જે પુરુષો અને

સ્ત્રીઓ બંનેના અધિકારોનું રક્ષણ કરે છે. તાલિબાન શાસને તેના વિરોધીઓને માફ કરી

દીધા છે, જેનાથી દેશમાં

કાયમી શાંતિ સુનિશ્ચિત થઈ છે.લોહી લોહીથી લૂછી શકાતુ નથી. તેમણે કહ્યું, અને ઉમેર્યું કે,

તેઓ પોતે સુરક્ષા વિના કાબુલમાં મોટરસાઇકલ ચલાવે છે.

અફઘાનિસ્તાનના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ, ભારતની

મુલાકાત દરમિયાન વિદેશ પ્રધાન એસ. જયશંકર સાથે મુલાકાત કરી અને વેપાર, અર્થતંત્ર અને

વિકાસ પ્રોજેક્ટ્સ પર વિગતવાર ચર્ચા કરી. ભારતે કાબુલમાં તેના ટેકનિકલ મિશનને

દૂતાવાસ સ્તર સુધી અપગ્રેડ કરવાની જાહેરાત કરી અને નવી દિલ્હીમાં અફઘાન

રાજદ્વારીઓના આગમનની પુષ્ટિ કરી. બેઠકમાં બંને દેશો વચ્ચે સંયુક્ત વેપાર સમિતિની

સ્થાપના માટે પણ કરાર થયો,

અને ભારતે આરોગ્ય, વેપાર અને

શિક્ષણના ક્ષેત્રોમાં વિઝા સુવિધા વધારવાનું વચન આપ્યું.

મુત્તાકીના જણાવ્યા મુજબ,”અફઘાનિસ્તાને ભારતને ખનિજો, કૃષિ, આરોગ્ય અને રમતગમત ક્ષેત્રોમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

ચાબહાર બંદરનો ઉપયોગ, પ્રતિબંધોને

સંબોધવા માટેના પગલાં અને વાઘા સરહદ ખોલવાની માંગ પર પણ ચર્ચા કરવામાં આવી. ભારતે

કાબુલ અને દિલ્હી વચ્ચે, ફ્લાઇટ્સની સંખ્યા વધારવા અને અફઘાનિસ્તાનમાં અધૂરા વિકાસ

પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી.”

અફઘાન વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી કે,” નવી દિલ્હીમાં અફઘાન

દૂતાવાસ ઇસ્લામિક અમીરાતના સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને જેઓ પહેલા અમારા

વિરોધી હતા તેઓ પણ હવે અમારી સાથે કામ કરી રહ્યા છે. ધ્વજ અંગે તેમણે કહ્યું, અમે આ ધ્વજ હેઠળ,

જેહાદ લડ્યા અને વિજય મેળવ્યો, તેથી તે અમારું પ્રતીક છે.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande