પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)નશાબંધી સપ્તાહ 2025 ની પુર્ણાહુતિ અંતર્ગત વહેલી સવારે સાહેલી ગ્રામ્ય સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત શાળા બગવદર ખાતે નશાબંધી જનજાગૃતી કાર્યક્રમ નશાબંધી વિષયક વ્યશન મુક્તિ પ્રદર્શન, તેમજ નશાબંધી વિષય સાંસ્કૃતિક કાર્યક્રમો અને મહાનુભાવોનું પ્રવચન સાથે દારૂના દૈત્યનું દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો.
કાર્યક્રમની શરૂઆત સાહેલી ગ્રામ્ય સંસ્થાન ટ્રસ્ટ સંચાલિત શાળા બગવદર વાઇસ પ્રિન્સીપાલ સાદિયા ભાવિનભાઈએ નશાબંધી ખાતા વિશે પરિચય આપી, નશાબંધી શા માટે અનિવાર્ય છે જે બાબતે વિસ્તૃત માહિતી અંદરથી સળગે છે અને બરબાદ થઈ જાય છે. અંતે તમામ વિધાર્થીઓને પ્રોત્સાહિત ઈનામ મહાનુભાવોના હસ્તે આપી અને આભાર વિધી તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગોહિલ હર્ષાબા અને તેમની ટીમ દ્વારા ખુબ જ સુંદર રીતે કરવામાં આવ્યું હતું.આ નશાબંધી સપ્તાહ પુર્ણાહુતિ કાર્યક્રમમાં નશાબંધી સબ ઇન્સ્પેક્ટર બી.એમ સોલંકી તેમજ સાહેલી ગ્રામ્ય સંસ્થાન શાળાના પ્રિન્સીપાલ જયકુમાર એમ. કુબાવત અને વાઈસ પ્રિન્સીપાલ સાદિયા ભાવિનભાઈ તેમજ સ્ટાફ ગોહિલ હર્ષાબા અને સ્કુલનો તમામ સ્ટાફગણ તેમજ નશાબંધી સ્ટાફ બી.એ જાદવ અને બી.જે કરમટા ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya