નવી દિલ્હી, 11 ઓક્ટોબર (હિ.સ.). ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, આજે એક દિવસની મુલાકાતે બિહાર જશે. તેઓ ભારત રત્ન લોકનાયક જયપ્રકાશ નારાયણ (જેપી બાબુ) ને બિહારના સારણ જિલ્લામાં સ્થિત તેમના પૈતૃક ગામ, સીતાર દીયાબા માં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે.
ઉપરાષ્ટ્રપતિ સચિવાલય દ્વારા ગુરુવારે જારી કરાયેલા એક નિવેદન અનુસાર, રાધાકૃષ્ણન સિતાર દીયાબા માં લોકનાયકના પૈતૃક ઘર, તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા જશે. તેઓ જયપ્રકાશ નારાયણ રાષ્ટ્રીય સ્મારક પર પુષ્પાંજલિ પણ અર્પણ કરશે. તેઓ લોકનાયકની પત્ની પ્રભાવતી દેવીની સ્મૃતિમાં સ્થાપિત સીતાર દીયાબા માં પ્રભાવતી પુસ્તકાલયની પણ મુલાકાત લેશે.
સીતાર દીયાબા, દેશનું એક મહત્વપૂર્ણ ઐતિહાસિક ગામ છે. સીતાર દીયાબા, બિહારના સારણ જિલ્લા અને ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લાની સરહદ પર ઘાઘરા અને ગંગા નદીઓના સંગમ પાસે આવેલું છે. સીતાર દીયાબા ને સંપૂર્ણ ક્રાંતિના પ્રણેતા જયપ્રકાશ નારાયણના જન્મસ્થળ તરીકે વિશેષ દરજ્જો મળ્યો છે.
હિન્દુસ્થાન સમાચાર / મુકુંદ
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ