મહારાષ્ટ્રના યુવાનના અંતિમ સંસ્કાર, કોડીનારની બે સેવાભાવી સંસ્થાએ કર્યા
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકો કોડીનાર ગામ દુદાણાના ચેક ડેમમાં મહારાષ્ટ્રનો કરણ નામનો યુવાન અકસ્માતે પડી જતા ડૂબી ગયો હતો. જેમને બચાવવા માટે દુદાણાના લોકો અને કોડીનાર નગરપાલિકા અને વેરાવળ ફાયર વિભાગના જવાનોએ હોડી દ્વારા પ્રયત્નો
મહારાષ્ટ્રના યુવાનના અંતિમ સંસ્કાર, કોડીનારની બે સેવાભાવી સંસ્થાએ કર્યા


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): ગીર સોમનાથ તાલુકો કોડીનાર ગામ દુદાણાના ચેક ડેમમાં મહારાષ્ટ્રનો કરણ નામનો યુવાન અકસ્માતે પડી જતા ડૂબી ગયો હતો. જેમને બચાવવા માટે દુદાણાના લોકો અને કોડીનાર નગરપાલિકા અને વેરાવળ ફાયર વિભાગના જવાનોએ હોડી દ્વારા પ્રયત્નો કર્યા હતા. આ યુવાનની ઉંમર આશરે 35 વર્ષ હતી. લાશ મળતા કોડીનાર સરકારી દવાખાને લાવતા હાજર તબીબે મૃત જાહેર કર્યો હતો અને કોડીનાર પોલીસ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

પીએમ માટે મોકલેલ પણ કરણના મા બાપ અગાઉ મૃત્યુ પામેલ હોય કરણ એકલવાયું જીવન ગાળતા અને છુટી મજૂરી કરતો હતો. બે દિવસ વાલી વારસદાર ન મળતા કોડીનારની સેવાભાવી સંસ્થા ગુરુ નાનક યુવક મંડળ રમેશ બજાજ અને હરિ ઓમ સેવા ટ્રસ્ટના જે.કે મેર અને કોડીનાર પોલીસ સાથે રાખીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande