રોજગાર મેળાથી તૃપ્તિબેન બન્યા આર્થિક રીતે આત્મનિર્ભર.
પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર રોજગાર વાંચ્છુક ઉમેદવારોને યોગ્ય તક ઉપલબ્ધ કરાવવા માટે નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનીને સતત કાર્યરત છે. કચેરી દ્વારા અવારનવાર રોજગાર મેળાઓનું આયોજન કરીને ઉમેદવારોને તેમના કૌશ
રોજગાર મેળાથી તૃપ્તિબેન બન્યા આર્થિક રીતે આત્મનિર્ભર.


પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)જિલ્લા રોજગાર વિનિમય કચેરી, પોરબંદર રોજગાર વાંચ્છુક ઉમેદવારોને યોગ્ય તક ઉપલબ્ધ કરાવવા માટે નોકરીદાતાઓ અને ઉમેદવારો વચ્ચે સેતુરૂપ બનીને સતત કાર્યરત છે. કચેરી દ્વારા અવારનવાર રોજગાર મેળાઓનું આયોજન કરીને ઉમેદવારોને તેમના કૌશલ્ય અને લાયકાત અનુસાર રોજગારની તક પૂરી પાડવામાં આવે છે.

આવા જ એક રોજગાર મેળા થકી આર્થિક રીતે આત્મનિર્ભર બનેલી તૃપ્તિબેન ભરાડાએ જિલ્લા રોજગાર કચેરી, પોરબંદર તથા ગુજરાત સરકાર પ્રત્યે આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, “ તેઓ બી.બી.એ.નો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ રોજગારની શોધમાં હતા. પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત ભરતી મેળા થકી તેમને યોગ્ય નોકરી મળી છે. આવી યોજનાઓ થકી ઉમેદવારોએ અન્ય સ્થળોએ ધક્કા ખાવાની જરૂર રહેતી નથી અને એક જ સ્થળે વિવિધ રોજગારદાતાઓ સાથે સીધી મુલાકાતની તક પ્રાપ્ત થાય છે.”

વિકાસ સપ્તાહ–2025ની ઉજવણી અંતર્ગત આયોજિત જિલ્લા કક્ષાના મેગા જોબ ફેર દરમિયાન તૃપ્તિબેનને રોજગાર પત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજિત આવા રોજગાર મેળાઓ જિલ્લાનાં યુવાનોને રોજગાર સાથે આત્મનિર્ભર બનવા માટે પ્રેરણા પૂરું પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande