પોરબંદર, 11 ઓક્ટોબર (હિ.સ.)પોરબંદર જિલ્લામાં અપ મૃત્યુની બે ઘટના બની હતી રોકડીયા હનુમાન વિસ્તારમાં આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમા રહેતા ચિરાગ નિકુંજ ઓડેદરા નામનો યુવાન મરણ હાલતમા તેમના રહેણાંક મકાનમાંથી મૃતદેહ મળી આવ્યો હતો યુવાનનુ મોત કયા કારણોસર થયુ તે અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અન્ય એક બનાવામા ફટાણા ગામે રહેતા દિલીપ રણમલ ઓડેદરા નામના યુવાને પોતાના ઘર પાસેના વાળામા ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ બનાવ અંગે બગવદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya