વિકાસ સપ્તાહ-૨૦૨૫ અંતર્ગત ગ્રામજનોને ઘરઆંગણે જ મળ્યા લાભ, પશુ તંદુરસ્તી અને દુધ ઉત્પાદનમાં મદદરૂપ થશે ઘાસચારા કીટ: કમલેશભાઈ જાદવ
ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વિકાસરથના માધ્યમથી ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. વિકાસ રથના માધ્યમથી સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના કમલેશભાઈ સામતભાઈ જ
ગ્રામજનોને ઘરઆંગણે જ મળ્યા લાભ


ગીર સોમનાથ, 11 ઓક્ટોબર (હિ.સ.): વિકાસ સપ્તાહ અંતર્ગત જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને વિકાસરથના માધ્યમથી ગ્રામજનોને સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ આપવામાં આવી રહ્યો છે. વિકાસ રથના માધ્યમથી સૂત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામના કમલેશભાઈ સામતભાઈ જાદવને ઘાસચારા કીટનો લાભ મળ્યો હતો.

વિકાસ રથ સૂત્રાપાડાના પ્રશ્નાવડા ગામે આવી પહોંચ્યો હતો. જ્યાં વિકાસ રથના માધ્યમથી પશુપાલન વિભાગ મારફતે કમલેશભાઈને ઘાસચારાની કીટનો લાભ મળ્યો હતો. ઘાસચારાની કિટ મળવાથી કમલેશભાઈએ ખુશ થઈ પોતાનો પ્રતિભાવ વ્યક્ત કર્યો હતો.

કમલેશભાઈએ જણાવ્યું હતું કે, ઘાસચારાની કિટ મળવાથી મને મદદ મળી છે. હું હવે ઘાસચારો વાવીશ અને ઘાસચારાની મદદથી પશુઓને પૌષ્ટિક આહાર મળશે. જેથી પશુઓની તંદુરસ્તી પણ સુધરશે. લીલા તેમજ સૂકા ઘાસચારાની સહાયના માધ્યમથી દૂધનું ઉત્પાદન વધારવા માટે આ કીટ મને અત્યંત મદદરૂપ બનશે. આમ જણાવી અને ઘરઆંગણે જ વિકાસ રથના માધ્યમથી આ કીટ પૂરી પાડવા બદલ કમલેશભાઈએ સરકારનો હ્રદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande