ઓલપાડના લવાછા, મોર અને અણીતા ગામોમાં રૂ.1.47 કરોડના ખર્ચે નવનિર્મિત આરોગ્ય મંદિરોનું લોકાર્પણ
સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે ઓલપાડના લવાછા ખાતેથી રૂ.1.47 કરોડના ખર્ચે નવનિર્મિત ઓલપાડ તાલુકાના લવાછા, મોર અને અણીતા ગામોના 3 આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઇ દલાલ વિશેષ ઉપસ્
Lavachha - Mor - Aarogya Mandir


સુરત, 11 ઓક્ટોબર (હિ.સ.)-વન,પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલે ઓલપાડના લવાછા ખાતેથી રૂ.1.47 કરોડના ખર્ચે નવનિર્મિત ઓલપાડ તાલુકાના લવાછા, મોર અને અણીતા ગામોના 3 આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે સાંસદ મુકેશભાઇ દલાલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતાં. સાથે જ ઓલપાડમાં સમાવિષ્ટ આડમોર, દાંડી સહિતના ગામોના સરપંચો અને કાર્યકરો સાથે વિવિધ કલ્યાણકારી યોજનાના લાભો અને કામગીરીની સમીક્ષા કરી હતી.

આ પ્રસંગે વનમંત્રીએ જણાવ્યું કે, લવાછા, મોર અને અણીતામાં આરોગ્ય સેવાઓ ઘરઆંગણે મળી રહેશે, જેથી ગ્રામજનોને તાત્કાલિક સારવાર માટે શહેર સુધી જવું નહીં પડે. ગામના લોકોને ગામમાં જ આરોગ્ય સુવિધા મળી રહે એ હેતુથી બનેલા આરોગ્ય મંદિરમાં સગર્ભા અને બાળકોનું નિયમિત રસીકરણ, ઓપીડી, લેબોરેટરી સેવાઓ, સુગર, પ્રેશર, ટીબી, મેલેરિયા, લેપ્રસી જેવા રોગોની તપાસ અને સારવાર, સગર્ભાની તપાસ, આયુષ્માન કાર્ડ તેમજ આભાકાર્ડની સેવાઓ મળી રહેશે. જેથી ગ્રામજનોના સ્વાસ્થ્યની યોગ્ય દરકાર કરી શકાશે.

વધુમાં વિવિધ ગામોના સરપંચો સાથે કામગીરીની સમીક્ષા કરતા મંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ગામેગામ લોકોને વિવિધ સહાયલક્ષી યોજનાના લાભો ઘરઆંગણે મળતા ગ્રામજનોની સુવિધા, સુખાકારીમાં વધારો થયો છે અને જીવનશૈલીમાં પરિવર્તન આવ્યું છે. રોડ રસ્તા, વીજળી, શિક્ષણ, આરોગ્ય અને રોજગારી સહિતની માળખાગત સુવિધાઓ મળવાથી ગામનો સામૂહિક વિકાસ થઈ રહ્યો છે અને ગ્રામજનોના આર્થિક સામાજિક સમૃદ્ધિમાં વધારો થઈ રહ્યો છે.

આ પ્રસંગે લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે નમો યોજના તેમજ ટી.બી નિદર્શન કીટના લાભોની વિતરણ કરાયું હતું. સાથે જ દિવાળી તહેવારને અનુલક્ષીને ગામની બહેનોને સાડી, દિવડા અને મીઠાઈનું વિતરણ કરાયું હતું.

મંત્રીએ વિવિધ યોજનાઓ લાભાર્થીઓ સાથે આત્મીય સંવાદ કરીને તેમના પ્રતિભાવો જાણ્યા હતા.

આ પ્રસંગે તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, અગ્રણીઓ કુલદિપસિંહ ઠાકોર,અશોકભાઈ પટેલ, વિવિધ ગામના સરપંચો, તબીબો, આરોગ્ય વિભાગની ટીમ સહિત સ્વયંસેવકો, સંગઠનના કાર્યકરો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande