અમરેલી જિલ્લામાં દિવાળી પહેલાં જ મંદીનો માહોલ: સાવરકુંડલાના ફટાકડા વેપારીઓ મુશ્કેલીમાં
અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં દિવાળીની સિઝન હવે ગણતરીના દિવસો દૂર છે, પરંતુ બજારમાં હજી પણ મંદીનો માહોલ છવાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં બજારોમાં ખરીદીનો જમાવડો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની વિપરીત અસર, ખેતીમાં થયેલા નુ
અમરેલી જિલ્લામાં દિવાળી પહેલાં જ મંદીનો માહોલ: સાવરકુંડલાના ફટાકડા વેપારીઓ મુશ્કેલીમાં, ગ્રાહકોના પગ બજાર સુધી પહોંચતા નથી


અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લામાં દિવાળીની સિઝન હવે ગણતરીના દિવસો દૂર છે, પરંતુ બજારમાં હજી પણ મંદીનો માહોલ છવાયો છે. સામાન્ય રીતે આ સમયગાળામાં બજારોમાં ખરીદીનો જમાવડો જોવા મળતો હોય છે, પરંતુ આ વર્ષે ચોમાસાની વિપરીત અસર, ખેતીમાં થયેલા નુકસાન અને આર્થિક મંદીના કારણે લોકોના ખર્ચ પર કાપો પડ્યો છે. જેના પરિણામે વેપારીઓમાં નિરાશાનો માહોલ છે.

સાવરકુંડલા શહેરના વેપારી નોશાદભાઈ કાદરીએ જણાવ્યું કે તેઓ છેલ્લા પાંચ વર્ષથી ફટાકડાનો વ્યવસાય કરી રહ્યા છે. દર વર્ષે દિવાળીના પંદર દિવસ પહેલાંથી જ વેચાણમાં તેજી આવતી હોય છે, પરંતુ આ વર્ષે સ્થિતિ એકદમ જુદી છે. તેમણે જણાવ્યું કે “ગત વર્ષે 15 દિવસમાં 45,000 રૂપિયાથી વધુનું વેચાણ થયું હતું, જ્યારે આ વર્ષે આઠ દિવસ વીતી ગયા છતાં 4,000 રૂપિયાનું પણ વેચાણ થયું નથી.”

નોશાદભાઈએ જણાવ્યું કે ફટાકડાનો વ્યવસાય સંપૂર્ણપણે ગ્રાહકોની ખરીદીની મિજાજ પર આધારિત છે, પરંતુ આ વર્ષે લોકો જરૂરિયાતની વસ્તુઓમાં જ ખર્ચ કરી રહ્યા છે. “દિવાળી નજીક આવી રહી છે, છતાં ખરીદદારોની હલચલ નથી. સામાન્ય રીતે સાવરકુંડલા શહેરમાં આસપાસના 75 જેટલા ગામડાઓમાંથી લોકો ખરીદી કરવા આવતા હોય છે, પરંતુ હજી ખરીદીની શરૂઆત જ નથી થઈ

બજારના અન્ય વેપારીઓ પણ સમાન સ્થિતિ વ્યક્ત કરી રહ્યા છે. કપડા, મીઠાઈ, ગિફ્ટ આર્ટિકલ્સ અને ફટાકડાના દુકાનદારો બધા જ આશા રાખી રહ્યા છે કે છેલ્લી ક્ષણે ખરીદી વધશે. પરંતુ હાલની સ્થિતિ જોતા એવું લાગે છે કે આ દિવાળીમાં વેપારીઓને ગત વર્ષની તુલનાએ અડધી કમાણી પણ મુશ્કેલ બની શકે છે.

ખેડૂતોની આવક ઘટી હોવાથી ગ્રામ્ય વિસ્તારોના લોકો ખર્ચ ઘટાડે છે. તેની સીધી અસર શહેરના બજારો પર પડી રહી છે. જો છેલ્લા દિવસોમાં ગ્રાહકો ખરીદી માટે બહાર આવે તો થોડી રાહત મળી શકે, નહીં તો આ વર્ષ વેપારીઓ માટે કઠિન સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande