સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર મહુડીમાં ભગવાન ઘંટાકર્ણના, દર્શન પૂજન કરતા મુખ્યમંત્રી
ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની
मुख्यमंत्री महुड़ी में भगवान घंटाकर्ण का दर्शन करते हुए


ગાંધીનગર, 12 ઓક્ટોબર (હિ.સ.): મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ જૈન તીર્થ સ્થળ મહુડી જિનાલયમાં ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યમાં ચાલી રહેલા વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં વિકાસ રથના પ્રસ્થાન માટે મહુડીની હતા તે દરમ્યાન, તેમણે મહુડી તીર્થ ક્ષેત્રમાં ભગવાન ઘંટાકર્ણના દર્શન કર્યા હતા, તેમજ ભગવાન ઘંટાકર્ણની આરતી, પૂજા-અર્ચના કરીને રાજ્યના સૌ નાગરિકોની સુખ-સમૃદ્ધિ, શાંતિ અને વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande