બંધારણીય સુરક્ષાએ સલામતી, સન્માન અને સમાન તક સુનિશ્ચિત કરી: બી.આર. ગવઈ
નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ કહ્યું કે,”ન્યાયનો સાચો અર્થ સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવામાં રહેલો છે. કાયદાનું શાસન, ન્યાય, ગૌરવ અને સમાનતાના સાધન તરીકે સેવા આપવી જોઈએ.” પોતાનું ઉદા
ગવઈ


નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) ભારતના મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈએ

કહ્યું કે,”ન્યાયનો સાચો અર્થ સૌથી સંવેદનશીલ લોકોનું રક્ષણ કરવામાં રહેલો છે.

કાયદાનું શાસન, ન્યાય, ગૌરવ અને

સમાનતાના સાધન તરીકે સેવા આપવી જોઈએ.” પોતાનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે,”

તેમનું જીવન સમાનતાની પરિવર્તનશીલ શક્તિનું ઉદાહરણ આપે છે. હાંસિયામાં ધકેલાઈ

ગયેલા સમુદાયમાં જન્મેલા,

તેમણે વર્ણવ્યું

કે કેવી રીતે બંધારણીય સુરક્ષાએ માત્ર સલામતી જ નહીં પરંતુ આદર, તક અને માન્યતા

પણ સુનિશ્ચિત કરી.”

શનિવારે વિયેતનામના હનોઈમાં આયોજિત લા એશિયા સંમ્મેલનમાં

વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવામાં વકીલો અને અદાલતોની ભૂમિકા

વિષય પર એક સત્રને સંબોધતા,

મુખ્ય ન્યાયાધીશ

બી.આર. ગવઈએ ન્યાયિક પ્રણાલીમાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપવા માટે સંકલિત

પ્રયાસો કરવા, હાકલ કરી. બાર એન્ડ બેન્ચમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, “મુખ્ય ન્યાયાધીશ

બી.આર. ગવઈએ કહ્યું,

મારા માટે, એક નીચલી જાતિના

પરિવારમાં જન્મ લેવાનો અર્થ એ હતો કે હું અસ્પૃશ્ય જન્મ્યો ન હતો. બંધારણે, મારા ગૌરવને અન્ય

કોઈપણ નાગરિકની સમાન માન આપીને, માત્ર રક્ષણ જ નહીં, પણ આદર, તક અને માન્યતા પણ સુનિશ્ચિત કરી.

મુખ્ય ન્યાયાધીશ ગવઈએ, ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી, બી.આર. આંબેડકર

અને તેમના પિતા આર.એસ. ગવઈના તેમના જીવન પરના પ્રભાવોને યાદ કરતા કહ્યું કે,” ડૉ.

આંબેડકરે દર્શાવ્યું હતું કે, કાયદાને વંશવેલાના સાધનમાંથી સમાનતાના સાધનમાં

રૂપાંતરિત કરવો જોઈએ, અને તેમના પિતાએ

તેમનામાં ન્યાય અને કરુણાના મૂલ્યો સિંચ્યા હતા.” તેમણે કહ્યું કે,” જ્યારે કાયદો

ગૌરવનું રક્ષણ કરે છે, ત્યારે તે

વ્યક્તિના જીવનનો માર્ગ બદલી શકે છે. તેમના માટે, વિવિધતા અને સમાવેશનો વિચાર કોઈ અમૂર્ત સ્વપ્ન

નથી પરંતુ લાખો નાગરિકોની આકાંક્ષા છે.”

હિન્દુસ્થાન સમાચાર / સંજીવ પાશ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande