મહેસાણા,12 ઓક્ટોબર (હિ.સ.) મહેસાણા દૂધસાગર ડેરીના વિકાસમાં આજે એક નવો માઈલસ્ટોન નોંધાયો છે. ડેરીના અદ્યતન પાવડર પ્લાન્ટ અને ટેટ્રા પેક પ્લાન્ટનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું. આ નવા પ્રોજેક્ટ્સના માધ્યમથી દૂધસાગર ડેરીની ઉત્પાદન ક્ષમતા, ગુણવત્તા અને ટેક્નોલોજીકલ ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
આ પ્રસંગે મુખ્ય મહેમાનો તરીકે અનેક પ્રતિષ્ઠિત આગેવાનો તથા ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પાવડર પ્લાન્ટ દ્વારા દૂધનું પ્રોસેસિંગ વધુ કાર્યક્ષમ અને સ્વચ્છ રીતે થશે જ્યારે ટેટ્રા પેક પ્લાન્ટના માધ્યમથી દૂધ અને અન્ય દૂધ ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય સ્તરના પેકેજિંગમાં ઉપલબ્ધ કરાશે.
મહેસાણા દૂધસાગર ડેરીએ હંમેશા ખેડૂતોના હિતને પ્રથમ સ્થાન આપ્યું છે, અને આ નવા પ્રોજેક્ટ્સથી દૂધ ઉત્પાદકોને વધુ ન્યાયસંગત ભાવ તેમજ વિસ્તૃત બજાર મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ્સ ડેરી ઉદ્યોગને નવી ટેક્નોલોજીની દિશામાં આગળ ધપાવશે અને સ્થાનિક અર્થતંત્રને મજબૂતી આપશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR