નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) દિલ્હીના પર્યાવરણ મંત્રી મનજિંદર સિંહ
સિરસાએ રવિવારે ટ્વિટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે
જણાવ્યું હતું કે,” ઓપરેશન બ્લુ સ્ટાર માટે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને,
દોષમુક્ત કરી શકાય નહીં.” તેમણે કહ્યું કે,” તેમણે શીખ પવિત્ર સ્થળ પર તોપમારો
કરવાનો આદેશ આપ્યો હતો. શીખ સમુદાય તેમને ક્યારેય માફ કરશે નહીં.”
મંત્રી સિરસાએ કહ્યું કે,” જ્યારે પી. ચિદમ્બરમ જેવા વરિષ્ઠ
કોંગ્રેસ નેતાઓ સ્વીકારે છે કે, ઓપરેશન બ્લુ સ્ટાર શ્રી હરમંદિર સાહિબ (સુવર્ણ
મંદિર) માં પ્રવેશવાનો ખોટો રસ્તો હતો, ત્યારે તે કોંગ્રેસ પાર્ટીની ઐતિહાસિક ભૂલને
ઉજાગર કરે છે જેણે શીખ સમુદાયને, ઊંડી ઠેસ પહોંચાડી હતી.” તેમણે કહ્યું કે,” પી.
ચિદમ્બરમનો, ઇન્દિરા ગાંધીનો દોષ ઢાંકવાનો પ્રયાસ અસ્વીકાર્ય છે.”
મંત્રી સિરસાએ કહ્યું કે,” શીખોના સૌથી પવિત્ર મંદિર, સુવર્ણ મંદિરને
અપવિત્ર કરવાનો આદેશ આપવાની, નૈતિક અને બંધારણીય જવાબદારી બીજા કોઈની નહીં પરંતુ
તે સમયના રાજકીય નેતૃત્વની છે.” તેમણે કહ્યું કે,” અડધા સત્ય અથવા પસંદગીયુક્ત
અપરાધ દ્વારા ન્યાય પ્રાપ્ત કરી શકાતો નથી. આદેશ આપનારાઓને દોષમુક્ત કરવા માટે
ઇતિહાસ ફરીથી લખી શકાય નહીં.”
હિન્દુસ્થાન સમાચાર / ધીરેન્દ્ર યાદવ / અનૂપ શર્મા
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ