અસામાજિક પ્રવૃત્તિઓ કરતા ઇસમો સામે જુનાગઢ કલેકટરની કડક કાર્યવાહી
જૂનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ શહેરમાં જિલ્લા કલેકટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. કુલ સાત જેટલા ઇસમો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેમણે સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તે
કલેકટરની કડક કાર્યવાહી


જૂનાગઢ, 12 ઓક્ટોબર (હિ.સ.): જુનાગઢ શહેરમાં જિલ્લા કલેકટર અનિલ રાણા વસિયાના માર્ગદર્શન હેઠળ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

કુલ સાત જેટલા ઇસમો જે અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા અને તેમણે સરકારી મિલકત પર દબાણ કરેલા હતા તેઓના દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા છે.

જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયાની સૂચના અનુસાર પ્રાંત અધિકારી જુનાગઢ અને મામલતદાર જુનાગઢ શહેર તથા સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ જુનાગઢ દ્વારા અસામાજિક તત્વો ના સરકારી મિલકતો પરના દબાણ શોધી કાઢવાની સૂચના મળેલ હતી જે સંબંધે પોલીસ વિભાગ સાથે મળી અને આવા તત્વો ની વિગતો મેળવી તેમના સરકારી જમીન પરના દબાણો શોધી કાઢવામાં આવ્યા હતા. (જેની વિગતો નીચેના પત્રકમાં આપવામાં આવેલ છે.)

જે અનુસાર કુલ 2335 ચોમી જમીન જેની અંદાજિત કિંમત 3 કરોડ રૂપિયા જેટલી થાય છે જેના પરના દબાણો તોડી પાડવામાં આવ્યા હતા.

આ કામગીરીમાં જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક ની આગેવાનીમાં પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત આપવામાં આવેલ હતો અને ચુસ્ત કાયદો અને વ્યવસ્થા હેઠળ તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સમગ્ર કામગીરીમાં મહાનગર પાલિકા જુનાગઢ , PGVCL અને આરોગ્ય વિભાગનો સહકાર મળેલ હતો.

જિલ્લા કલેકટર અનિલ રાણાવસીયા દ્રારા અસામાજિક તત્વોને ચેતવણી આપતા સ્પષ્ટ સંદેશ આપ્યો હતો કે રાજ્ય સરકાર કાયદો અને વ્યવસ્થા યોગ્ય રીતે જળવાઈ રહે તે માટે કટિબદ્ધ છે ત્યારે અસામાજિક પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ આગામી સમયમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande