બોટાદ કિસાન મહાપંચાયત પહેલાં કામરેજના વિપક્ષ નેતા જે.ડી. કથીરીયા અમરેલીમાં ડીટેન
અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): બોટાદ ખાતે આજે યોજાનાર કિસાન મહાપંચાયત પહેલાં સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જે.ડી. કથીરીયાને અમરેલી જિલ્લામાંથી પોલીસે ડીટેન કર્યા છે. માહિતી મુજબ કથીરીયા અમરેલી જિલ્લાના ચાપાથળ ગામે હાજર હતા ત્યારે પો
બોટાદ કિસાન મહાપંચાયત પહેલાં કામરેજના વિપક્ષ નેતા જે.ડી. કથીરીયા અમરેલીમાં ડીટેન


અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): બોટાદ ખાતે આજે યોજાનાર કિસાન મહાપંચાયત પહેલાં સુરત જિલ્લાના કામરેજ તાલુકા પંચાયતના વિપક્ષ નેતા જે.ડી. કથીરીયાને અમરેલી જિલ્લામાંથી પોલીસે ડીટેન કર્યા છે. માહિતી મુજબ કથીરીયા અમરેલી જિલ્લાના ચાપાથળ ગામે હાજર હતા ત્યારે પોલીસે તેમને કસ્ટડીમાં લઈને અમરેલી પોલીસ મથક ખાતે લઈ ગયા છે.

સૂત્રો મુજબ કથીરીયા બોટાદ ખાતે યોજાનાર કિસાન મહાપંચાયતમાં હાજરી આપવા જવાના હતા, પરંતુ શક્ય વિવાદ અને કાનૂની ગડબડોને ધ્યાનમાં રાખીને પોલીસે પૂર્વ પગલા સ્વરૂપે તેમને અટકાયત કરી છે. કથીરીયા છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોના હિતમાં સક્રિય રીતે અવાજ ઉઠાવી રહ્યા છે અને સરકારની નીતિઓ સામે તીવ્ર વિરોધ દર્શાવતા રહ્યા છે.

અમરેલી પોલીસ મથક ખાતે કથીરીયાની પૂછપરછ ચાલી રહી છે. હાલ આ મામલે સત્તાવાર નિવેદન મળ્યું નથી, પરંતુ પોલીસે સુરક્ષાના હેતુસર આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. બીજી તરફ કિસાન સંગઠનોએ આ ડીટેન્શનને દમનકારી પગલું ગણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande