બગસરા નજીક શીલાણા માર્ગ પર સિંહની રાત્રિ લટાર, ગ્રામજનોમાં ચકચાર
અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના બગસરા નજીકના શીલાણા ગામે રાત્રિ દરમિયાન સિંહની લટારનો દૃશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ જામકા–શીલાણા માર્ગ પર એક પુખ્ત સિંહને ગ્રામજનોની નજરે જોયો હતો. રાત્રિના સમયે માર્ગના કાંઠે ઉભેલો
બગસરા નજીક શીલાણા માર્ગ પર સિંહની રાત્રિ લટાર, ગ્રામજનોમાં ચકચાર


અમરેલી, 12 ઓક્ટોબર (હિ.સ.): અમરેલી જિલ્લાના બગસરા નજીકના શીલાણા ગામે રાત્રિ દરમિયાન સિંહની લટારનો દૃશ્ય મોબાઈલ કેમેરામાં કેદ થયો છે. મળતી માહિતી મુજબ જામકા–શીલાણા માર્ગ પર એક પુખ્ત સિંહને ગ્રામજનોની નજરે જોયો હતો. રાત્રિના સમયે માર્ગના કાંઠે ઉભેલો સિંહ કેટલીક ક્ષણો સુધી ત્યાં જ અટક્યો હતો અને બાદમાં ધીમે ધીમે ઝાડીઓ તરફ ખસી ગયો હતો.

સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોથી વિસ્તારમા મચ્છરોનુ પ્રમાણ વધી ગયુ છે, જેના કારણે જંગલ વિસ્તારમાં આરામ કરતા સિંહો હવે માર્ગ કે ખેતર વિસ્તાર તરફ ખસી આવતાં જોવા મળે છે. શિકારની શોધમાં અથવા આરામદાયક સ્થળની તલાશમાં સિંહો માનવ વસાહતની નજીક આવી જાય છે, જેનાથી ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે.

વનવિભાગને આ અંગે જાણ કરવામાં આવી છે અને ટીમ દ્વારા સ્થળની તપાસ હાથ ધરવામાં આવી છે. અધિકારીઓએ ગ્રામજનોને રાત્રે એકલા બહાર ન નીકળવાની તથા પશુઓને સુરક્ષિત જગ્યાએ બાંધવાની અપીલ કરી છે. બગસરા–શીલાણા માર્ગ પર સિંહની લટારનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande