મહેસાણા, 12 ઓક્ટોબર (હિ.સ.): મહેસાણા જિલ્લાના કોટડી ગામે રવિવારે પોલિયો વિરોધી રસીકરણ અભિયાનનો પ્રારંભ સાંસદ હરિભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યો. સાંસદએ નાના બાળકને પોલિયો વિરોધી રસીના બે ટીપા પીવડાવી અભિયાનની શરૂઆત કરી. આ પ્રસંગે જિલ્લા કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ પટેલ, તાલુકા હેલ્થ ઓફિસર ડો. ચેતન પ્રજાપતિ, ડો. વિજય પટેલ, તેમજ કોટડી અને પિલવાઇ ગામના સરપંચઓ ઉપસ્થિત રહ્યા હતા.
હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારત પોલિયો મુક્ત દેશ તરીકે ઓળખાય છે, પરંતુ સાવચેતી રૂપે દરેક બાળકને રસીના બે ટીપા પીવડાવવું અત્યંત જરૂરી છે. તેમણે આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને વોલન્ટિયરોને આ રાષ્ટ્રીય અભિયાનને સફળ બનાવવા માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી. ડો. ચેતન પ્રજાપતિએ જણાવ્યું હતું કે તાલુકામાં તમામ બુથ પર યોગ્ય વ્યવસ્થા સાથે રસીકરણ કરવામાં આવી રહ્યું છે અને એકપણ બાળક રસી વગર ન રહે તે માટે ખાસ દેખરેખ રાખવામાં આવી છે.
આ કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં સ્વાસ્થ્ય જાગૃતિ અંગે પણ માહિતી આપવામાં આવી હતી અને પોલિયો મુક્ત ભારતના સંકલ્પને પુનઃ મજબૂત બનાવવામાં આવ્યો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR