પાટણ શહેરમાં લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી
પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે શહેરના લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા તંત્ર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણ
પાટણ શહેરમાં લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી


પાટણ, 12 ઓક્ટોબર (હિ.સ.): પાટણ શહેરના નાગરિકો માટે રાહતના સમાચાર છે, કારણ કે શહેરના લાંબા સમયથી બિસ્માર બનેલા રસ્તાઓના સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા તંત્ર અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન (GUDC) દ્વારા આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. અગાઉ કેબલ નાખવાના કામો, અંડરગ્રાઉન્ડ ગટર લાઈન અને ચોમાસાની અસરથી શહેરના અનેક વિસ્તારોના રસ્તાઓ નુકસાની પામ્યા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ સમારકામના ભાગરૂપે પાટણના નવા શાકમાર્કેટથી ભાજપ કાર્યાલય સુધીના કેનાલ પાસેથી પસાર થતા માર્ગનું રીપેરીંગ કાર્ય શરૂ થયું છે. શનિવારે સ્થળ પર સ્થાનિક કોર્પોરેટર જયેશભાઈ પટેલે હાજરી આપી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે દિવાળી પહેલાં શહેરના મોટાભાગના ખરાબ રસ્તાઓનું રીપેરીંગ કાર્ય પૂર્ણ થવાથી નાગરિકોને અવરજવરમાં સરળતા મળશે.

પરંતુ રસ્તા સમારકામની વચ્ચે પાટણ શહેરમાં એક ગંભીર સમસ્યા પણ ઊભી થઈ છે. લીલીવાડીથી ઓવર બ્રિજ તરફ જતા સર્વિસ રોડ પર માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી વરસાદી પાણીની ગટર લાઇનના ઢાંકણાં અજાણ્યા ઈસમો દ્વારા કાઢી લેવામાં આવ્યા છે. જેના કારણે આ ગટરો ખુલ્લા રહી ગયા છે અને તે રસ્તેથી પસાર થનાર રાહદારો માટે ગંભીર અકસ્માતનો ભય ઊભો થયો છે.

સ્થાનિક નાગરિકોએ માર્ગ અને મકાન વિભાગ સમક્ષ ઉગ્ર માંગણી કરી છે કે હાઇવે માર્ગની સાઈડમાં જ્યાં ક્યાંય ગટરના ઢાંકણાં ગુમ થયાં હોય ત્યાં તાત્કાલિક નવા ઢાંકણાં મુકવામાં આવે. જેથી આવી ખુલ્લી ગટરોના કારણે સર્જાઈ શકે તેવી દુર્ઘટનાઓ અટકાવી શકાય.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande