બંગાળમાં ઓડિશાની મેડિકલ વિદ્યાર્થિની પર, ગેંગરેપ કેસમાં ત્રણની ધરપકડ, એકની અટકાયત
કલકતા, નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ઓડિશાની મેડિકલ વિદ્યાર્થિની પર ગેંગરેપ કેસમાં પોલીસે, ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. પુરાવા એકઠા કરવા માટે પોલીસે આર
બંગાળમાં ઓડિશાની મેડિકલ વિદ્યાર્થિની પર, ગેંગરેપ કેસમાં ત્રણની ધરપકડ, એકની અટકાયત


કલકતા, નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.)

પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં ઓડિશાની મેડિકલ વિદ્યાર્થિની પર ગેંગરેપ કેસમાં

પોલીસે, ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. અન્ય એક શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે.

પુરાવા એકઠા કરવા માટે પોલીસે આરોપીના મોબાઇલ ફોન જપ્ત કર્યા છે. પીડિતા

હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હવે તેની હાલત સ્થિર છે.

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, “ધરપકડ કરાયેલા

ત્રણ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોલ ડિટેલ્સ અને ટાવર લોકેશનના આધારે

ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ગુનાના સ્થળ - પરનાગંજ કાલીબાડી સ્મશાનગૃહ નજીકના

જંગલને ઘેરી લીધું અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આસપાસના ગામોમાં સઘન શોધખોળ ચાલી

રહી છે, અને ડ્રોનની

મદદથી જંગલની શોધખોળ કરવામાં આવી રહી છે.”

સૂત્રોએ જણાવ્યું હતું કે,” ઓડિશાના જલેશ્વરની રહેવાસી

વિદ્યાર્થીની દુર્ગાપુરની એક ખાનગી મેડિકલ કોલેજમાં, બીજા વર્ષની વિદ્યાર્થીની છે.

શુક્રવારે રાત્રે, તે એક મિત્ર સાથે

રાત્રિભોજન કરવા માટે, કોલેજ કેમ્પસમાંથી નીકળી હતી. આ દરમિયાન, કેટલાક યુવાનોએ

તેનું અપહરણ કર્યું અને તેના પર ગેંગરેપ કર્યો.”

ઘટનાની જાણ થતાં, પીડિતાના માતા-પિતા ઓડિશાથી દુર્ગાપુર પહોંચ્યા અને ન્યૂ

ટાઉનશીપ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવી. પીડિતા તે જ ખાનગી મેડિકલ કોલેજ અને

હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે, જ્યાં તે અભ્યાસ કરે છે. ડોક્ટરોનું કહેવું છે કે

તેની હાલતમાં સુધારો થઈ રહ્યો છે.”

પોલીસે જણાવ્યું કે,” પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે

અને તપાસ ચાલુ છે. તપાસકર્તાઓનું માનવું છે કે, આ જઘન્ય ગુનામાં વધારાના વ્યક્તિઓ

સંડોવાયેલા હોઈ શકે છે. પોલીસ એ પણ નક્કી કરવાનો પ્રયાસ કરી રહી છે કે, આરોપી

પીડિતાને ઓળખતો હતો કે તેના મિત્રને.”

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે,” આરોપીએ ઘટના દરમિયાન

પીડિતાના મોબાઇલ ફોન પરથી બીજા આરોપીને, ફોન કર્યો હતો, જેનાથી પોલીસને

તેમના મોબાઇલ નંબર પર સંકેતો મળ્યા હતા.”

દરમિયાન, પીડિતાના પિતાએ રાજ્ય સરકાર પાસેથી, કડક કાર્યવાહીની માંગ

કરી છે. તેમણે કહ્યું,

હું રાજ્ય સરકારને વિનંતી કરું છું કે, ગુનેગારોને કડક સજા આપવામાં આવે જેથી

રાજ્યની દીકરીઓ સુરક્ષિત અનુભવે. મને શંકા છે કે તેની સાથે ગયેલી મિત્ર પણ આમાં

સામેલ હોઈ શકે છે. પોલીસે તમામ આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવી જોઈએ.

પિતાએ ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીને, તેમની દીકરીને

તાત્કાલિક બંગાળથી ઓડિશા સુરક્ષિત રીતે પહોંચાડવા વિનંતી પણ કરી છે.

હિન્દુસ્થાન સમાચાર/ઓમ પરાશર/અમરેશ દ્વિવેદી

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande