મહિલા પત્રકારોને આમંત્રણ ન આપવાની પ્રેસ કોન્ફરન્સ અંગે, અફઘાન વિદેશ મંત્રીએ સ્પષ્ટતા કરી
- આ ઘટનાના બે દિવસ પછી, રવિવારે આમિર ખાન મુત્તાકીએ અફઘાન દૂતાવાસમાં બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) આ ઘટનાના બે દિવસ પછી, રવિવારે અફઘાન વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ, બીજી પ્રેસ કોન્ફરન્સ યો
અફગાનિસ્તાન


- આ ઘટનાના બે દિવસ

પછી, રવિવારે આમિર ખાન

મુત્તાકીએ અફઘાન દૂતાવાસમાં બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી

નવી દિલ્હી, 12 ઓક્ટોબર (હિ.સ.) આ ઘટનાના બે દિવસ પછી, રવિવારે અફઘાન

વિદેશ મંત્રી આમિર ખાન મુત્તાકીએ, બીજી પ્રેસ કોન્ફરન્સ યોજી. આજની પ્રેસ

કોન્ફરન્સમાં, તેમણે શુક્રવારની

પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવાના વિવાદ અંગે સ્પષ્ટતા કરતા

તેમણે જણાવ્યું કે,” આ નિર્ણય કોઈ ઇરાદાપૂર્વક બાકાત રાખવાને કારણે નથી, પરંતુ ઉતાવળમાં

આપવામાં આવેલી માહિતી અને સહભાગીઓની મર્યાદિત યાદીને કારણે છે.”

આજે દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં મુત્તાકીએ બીજી પ્રેસ

કોન્ફરન્સ યોજી હતી, જ્યાં મહિલા

પત્રકારો પણ હાજર હતા, ત્યારે તેમણે કહ્યું કે,” આ એક ટેકનિકલ બાબત હતી, અને આયોજકોએ ફક્ત

પસંદગીના થોડા પત્રકારોને આમંત્રણ આપ્યું હતું.” તેમણે એ પણ સ્પષ્ટતા કરી કે,

તેમાં કોઈ ભેદભાવ નથી.

મહિલા અધિકારો અંગેના બીજા પ્રશ્નના જવાબમાં, મુત્તાકીએ

જણાવ્યું કે,” તાલિબાન સરકારે મહિલા શિક્ષણને ધાર્મિક રીતે હરામ જાહેર

કર્યું નથી.” તેમણે જણાવ્યું કે,” અફઘાનિસ્તાનમાં હાલમાં 1 કરોડ વિદ્યાર્થીઓ

શિક્ષણ મેળવી રહ્યા છે, જેમાં આશરે 28 લાખ છોકરીઓનો

સમાવેશ થાય છે.” મુત્તાકીએ જણાવ્યું હતું કે,” તેમની સરકાર ભારતના દેવબંદ સહિત

વિશ્વભરના ઉલેમા અને મદરેસાઓ સાથે, સંબંધો જાળવી રાખે છે.

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના નેતાઓએ અફઘાનિસ્તાનની તાલિબાન

સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકી દ્વારા અહીં યોજાયેલ પ્રેસ કોન્ફરન્સમાં

મહિલા પત્રકારો પર પ્રતિબંધ મૂકવા અંગે કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો હતો.

પ્રિયંકા ગાંધીએ એક એક્સ-પોસ્ટમાં લખ્યું હતું કે,” કેન્દ્ર સરકારે

સ્પષ્ટતા કરવી જોઈએ કે તાલિબાન પ્રતિનિધિની ભારત મુલાકાત દરમિયાન યોજાયેલી પ્રેસ

કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને કેમ દૂર કરવામાં આવ્યા હતા.”

પ્રિયંકા ગાંધીની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ

લખ્યું હતું કે,” જ્યારે મહિલા પત્રકારોને જાહેર મંચોથી બાકાત રાખવામાં આવે છે, ત્યારે સરકાર

ભારતની દરેક મહિલાને સંદેશ મોકલે છે કે તે તેમના અધિકારોનું રક્ષણ કરવામાં નબળી

છે.”

વિદેશ મંત્રાલયે આ બાબત સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે,”

અફઘાન મંત્રીની પ્રેસ કોન્ફરન્સમાં ભારત સરકારની કોઈ ભૂમિકા નહોતી. આ કાર્યક્રમ

સંપૂર્ણપણે અફઘાન પક્ષ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.”

ઉલ્લેખનીય છે કે, વિદેશ મંત્રી મુત્તાકી 9 થી 16 ઓક્ટોબર સુધી

ભારતની મુલાકાતે છે. 1૦ ઓક્ટોબરના રોજ, તેમણે વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી. આ મુલાકાત

દરમિયાન, બંને પક્ષોએ

પરસ્પર વેપાર, માનવતાવાદી સહાય

અને પ્રાદેશિક સુરક્ષા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરી.

હિન્દુસ્થાન સમાચાર / અનૂપ શર્મા / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande