વલસાડ, 12 ઓક્ટોબર (હિ.સ.)-નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ
દેસાઈના હસ્તે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ(જેટકો)ના સીએસઆર ફંડ હેઠળ
વલસાડ રક્તદાન કેન્દ્રને રૂ. 2.5 કરોડના અનુદાન દ્વારા યુનિવર્સલ એન્ટેનેટલ અને નવજાત
સ્ક્રીનીંગ પ્રોજેક્ટ તથા વિવિધ અલ્ટ્રા મોડર્ન સાધનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
મંત્રીશ્રીએ વલસાડ રક્તદાન કેન્દ્રની કામગીરીને
બિરદાવતા કહ્યું હતું કે, દરેક કાર્યોમાં સૌ લોકોના સહકારની જરૂર રહે છે. જેટકોનો આ સહયોગ અનેક લોકોને લાભદાયી
થશે. રક્તદાન કેન્દ્રને મળેલા દરેક મેડિકલ સાધનોનો સારો ઉપયોગ થવો જોઈએ. સાધનોનું મેઈન્ટેનન્સ
સારી રીતે થવું જોઈએ. તેથી જે તેની દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને લાભ મળી શકશે.
લોકાર્પણ પ્રસંગે વલસાડ ધારાસભ્ય ભરતભાઈ
પટેલ, ધરમપુર
ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોતે અને ડો. યઝદી ઈટાલિયાએ પ્રાસંગિક ઉદબોધન
કર્યા હતા. જેટકોના મેનેજિંગ ડાયરેક્ટર ઉપેન્દ્ર પાંડેએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
વિવિધ મેડિકલ ઓફિસરોને સિકલસેલ એનીમિયાના દર્દી
સંશોધન ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા
હતા. ડોક્ટર વક્તાઓએ સગર્ભા અને ન્યૂ બોર્ન
સ્ક્રીનિંગ કાર્યક્રમના ફાયદાઓ સમજાવ્યા હતા.
કાર્યક્રમમાં વલસાડ પ્રાંત અધિકારી વિમલ પટેલ, વીઆઇએ પ્રમુખ સતીશ પટેલ, જેટકોના અધિકારી - કર્મચારીઓ, વલસાડ રક્તદાન કેન્દ્રના સંચાલકો તથા તબીબીગણો
ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે