કેન્દ્ર સરકારે 16મા નાણા પંચનો કાર્યકાળ 30 નવેમ્બર સુધી લંબાવ્યો
નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે 16મા નાણા પંચનો કાર્યકાળ એક મહિનો વધારીને 30 નવેમ્બર સુધી કર્યો છે. 16મું નાણા પંચ એક બંધારણીય સંસ્થા છે, જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો પર ભલામણો પૂરી પાડે છે. 10 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક જાહેર
16મું નાણા પંચ


નવી દિલ્હી, 14 ઓક્ટોબર (હિ.સ.). કેન્દ્ર સરકારે 16મા નાણા પંચનો કાર્યકાળ એક મહિનો વધારીને 30 નવેમ્બર સુધી કર્યો છે. 16મું નાણા પંચ એક બંધારણીય સંસ્થા છે, જે કેન્દ્ર-રાજ્ય નાણાકીય સંબંધો પર ભલામણો પૂરી પાડે છે.

10 ઓક્ટોબરના રોજ જારી કરાયેલા એક જાહેરનામામાં, નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, 16મા નાણા પંચનો અહેવાલ રજૂ કરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવી રહી છે. સરકારે 31 ડિસેમ્બર, 2023ના રોજ 16મા નાણા પંચની રચના કરી હતી. નીતિ આયોગના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ અરવિંદ પનગઢીયાને તેના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. કમિશને 31 ઓક્ટોબર સુધીમાં પોતાનો અહેવાલ રજૂ કરવાનો હતો. 16મું નાણાપંચ મુખ્યત્વે 1 એપ્રિલ, 2026 થી શરૂ થતા પાંચ વર્ષના સમયગાળા માટે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરના વિતરણ અંગે ભલામણો કરશે.

આયોગમાં ચાર સભ્યોનો સમાવેશ થાય છે, જેમાં નિવૃત્ત અમલદાર એની જ્યોર્જ મેથ્યુ અને અર્થશાસ્ત્રી મનોજ પાંડા પૂર્ણ-સમયના સભ્યો છે, જ્યારે એસબીઆઈ ગ્રુપના મુખ્ય આર્થિક સલાહકાર સૌમ્ય કાંતિ ઘોષ અને આરબીઆઈ ના ડેપ્યુટી ગવર્નર ટી. રવિશંકર પાર્ટ-ટાઇમ સભ્યો છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કર ​​વિનિમય અને મહેસૂલ વધારવાના પગલાં અંગે ભલામણો કરવા ઉપરાંત, કમિશન ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, 2005 હેઠળ રચાયેલા ભંડોળના સંદર્ભમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પહેલોને ભંડોળ પૂરું પાડવા માટેની વર્તમાન વ્યવસ્થાઓની પણ સમીક્ષા કરશે.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ


 rajesh pande