નવી દિલ્હી, 16 ઓક્ટોબર (હિ.સ.) જાહેર ક્ષેત્રની ઇન્ડિયન બેંકે ચાલુ
નાણાકીય વર્ષ 2૦25-26 ના બીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. ૩૦ સપ્ટેમ્બરના
રોજ પૂરા થયેલા, ચાલુ નાણાકીય વર્ષના જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેંકનો ચોખ્ખો
નફો 11.53% વધીને ₹૩,૦18 કરોડ થયો છે.
બેંકે પાછલા નાણાકીય વર્ષ 2૦24-25ના બીજા ક્વાર્ટરમાં ₹2,7૦6 કરોડનો
સ્ટેન્ડઅલોન ચોખ્ખો નફો મેળવ્યો હતો.
ગુરુવારે જારી કરાયેલા એક નિવેદનમાં, ઇન્ડિયન બેંકે
જણાવ્યું હતું કે,” નાણાકીય વર્ષ 2૦25-26 ના બીજા
ક્વાર્ટરમાં બેંકની વ્યાજ આવક વધીને ₹11,964 કરોડ થઈ છે, જે અગાઉના
નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં ₹11,125 કરોડ હતી. વધુમાં, બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (એનપીએ) બીજા ક્વાર્ટરમાં
કુલ લોનના 2.60% સુધી વધી ગઈ, જે સપ્ટેમ્બર 2024 માં 3.48% હતી.
ઇન્ડિયન બેંક 1907 માં સ્થપાયેલી જાહેર ક્ષેત્રની બેંક છે. તે 1 એપ્રિલ, 2020 ના રોજ અલ્હાબાદ
બેંક સાથે મર્જ થઈને ભારતની સાતમી સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક બની. આ બેંક
સરકારની માલિકીની છે અને વિવિધ પ્રકારની નાણાકીય સેવાઓ પૂરી પાડે છે.
હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ