નવી દિલ્હી, 19 ઓક્ટોબર (હિ.સ.) ધનતેરસ પછીના દિવસે, આજે સ્થાનિક
બુલિયન બજારમાં સોના અને ચાંદી સ્થિર છે. ભાવમાં ફેરફાર ન થવાને કારણે, દેશભરના
મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનું
પ્રતિ 1૦ ગ્રામ 1,૩૦,860 થી 1,31,૦1૦ ની વચ્ચે ટ્રેડ થઈ રહ્યું છે. તેવી જ રીતે, ૨૨ કેરેટ સોનું
આજે 1૦ ગ્રામ 1,19,950 થી 1,2૦,1૦૦ ની વચ્ચે વેચાઈ રહ્યું છે.
તેવી જ રીતે, ચાંદીના ભાવ યથાવત રહ્યા છે, જેના કારણે દિલ્હી બુલિયન બજારમાં ચમકતી ધાતુ
પ્રતિ કિલોગ્રામ 1,72,૦૦૦ ની સપાટીએ
ટ્રેડ થઈ રહી છે.
સાપ્તાહિક ધોરણે, સોમવારથી શનિવારના વેપાર દરમિયાન મજબૂત તેજીના વલણને કારણે, દેશભરના
મોટાભાગના બુલિયન બજારોમાં 24 કેરેટ સોનાના
ભાવ પ્રતિ 1૦ ગ્રામ 5,780 સુધી વધ્યા છે. એ
જ રીતે, છેલ્લા
અઠવાડિયામાં 22 કેરેટ સોનાના
ભાવમાં પણ પ્રતિ 10 ગ્રામ ₹5,300નો વધારો થયો છે.
સોનાથી વિપરીત, ચાંદીના ભાવમાં
સાપ્તાહિક ધોરણે પ્રતિ કિલોગ્રામ ₹8,000નો ઘટાડો થયો છે.
દિલ્હીમાં, 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,31,010 પર ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ ₹1,20,100 પર ટ્રેડ થઈ રહ્યો છે. દેશની આર્થિક રાજધાની
મુંબઈમાં, 24 કેરેટ સોનું
પ્રતિ 10 ગ્રામ ₹1,30,860 અને 22 કેરેટ સોનાનો
ભાવ ₹1,19,950 પ્રતિ 10 ગ્રામ પર વેચાઈ
રહ્યો છે. એ જ રીતે, અમદાવાદમાં 24 કેરેટ સોનાનો
છૂટક ભાવ ₹10 ગ્રામ ₹1,30,910 અને 22 કેરેટ સોનાનો
છૂટક ભાવ ₹1,20,000 પ્રતિ 10 ગ્રામ નોંધાયો
છે.
આ મુખ્ય શહેરો ઉપરાંત, ચેન્નઈમાં આજે 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,30,860 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,950 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યું છે. કલકતામાં પણ 24 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,30,860 રૂપિયા અને 22 કેરેટ સોનું 10 ગ્રામ દીઠ 1,19,950 રૂપિયાના ભાવે
વેચાઈ રહ્યું છે.
હિન્દુસ્થાન સમાચાર / યોગિતા પાઠક / સુનિત નિગમ
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ