શેરબજારમાં તેજી ચાલુ, સેન્સેક્સ 688 પોઈન્ટ ઉછળ્યો
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે નબળી શરૂઆત બાદ, વિદેશી મૂડીના નવા પ્રવાહ સાથે શેરબજારમાં તેજી જોવા મળી છે. સતત ત્રીજા દિવસે, બંને મુખ્ય શેરબજાર સૂચકાંકો, બીએસઈઅને એનએસઈમાં
બઝાર


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ.) સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે શુક્રવારે

નબળી શરૂઆત બાદ, વિદેશી મૂડીના

નવા પ્રવાહ સાથે શેરબજારમાં તેજી જોવા મળી છે. સતત ત્રીજા દિવસે, બંને મુખ્ય

શેરબજાર સૂચકાંકો, બીએસઈઅને એનએસઈમાં

વધારો ચાલુ રહ્યા છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) સેન્સેક્સ 687.71 પોઈન્ટ એટલેકે 0.82% વધીને 84,155.37 પર ટ્રેડ કરી

રહ્યો છે. દરમિયાન, નેશનલ સ્ટોક

એક્સચેન્જ (એનએસઈ) નિફ્ટી 193.95 પોઈન્ટ એટલેકે 0.76% વધીને 25,779.25 પર ટ્રેડ કરી

રહ્યો છે.

આજે,

શરૂઆતના

ટ્રેડિંગમાં સેન્સેક્સ 261.58 પોઈન્ટ ઘટીને 83,206.08 પર અને NSE નિફ્ટી 76.7 પોઈન્ટ ઘટીને 25,508.60 પર ટ્રેડ કરી

રહ્યો છે. જોકે, બંને મુખ્ય

સૂચકાંકો ટૂંક સમયમાં સુધર્યા, અને સેન્સેક્સ અને નિફ્ટી હાલમાં ઊંચા ટ્રેડ કરી રહ્યા છે.

નોંધનીય છે કે, એક દિવસ પહેલા, 30 શેરો ધરાવતો

સેન્સેક્સ 862.23 પોઈન્ટ એટલેકે 1.04 ટકાના ઉછાળા

સાથે 83,467.66 પર બંધ થયો હતો.

50 શેરો ધરાવતો એનએસઈ

નિફ્ટી 261.75 પોઈન્ટ અથવા 1.03 ટકાના વધારા સાથે 25,585.30 પર બંધ થયો હતો.

હિન્દુસ્થાન સમાચાર / પ્રજેશ શંકર / સુનિત નિગમ

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande