ઇન્ડિગો એરલાઇન્સ 30 વાઇડ-બોડી (પહોળા આકારના) એ-350 એરક્રાફ્ટ ખરીદશે
નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ): ઇન્ડિગોએ શુક્રવારે એરબસ સાથે 30 વધારાના એ-350-900 એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી તેના કુલ વાઇડ-બોડી (પહોળા આકારના) એરક્રાફ્ટ ઓર્ડર 60 થઈ ગયા. એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એરબસ સા
30 એરક્રાફ્ટ માટે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરાયા


નવી દિલ્હી, 17 ઓક્ટોબર (હિ.સ): ઇન્ડિગોએ શુક્રવારે એરબસ સાથે 30 વધારાના એ-350-900 એરક્રાફ્ટ ખરીદવા માટે કરાર પર હસ્તાક્ષર કર્યા, જેનાથી તેના કુલ વાઇડ-બોડી (પહોળા આકારના) એરક્રાફ્ટ ઓર્ડર 60 થઈ ગયા.

એરલાઇને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેણે એરબસ સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં એરબસ એ-350-900 એરક્રાફ્ટ માટેના તેના 70 ખરીદી અધિકારોમાંથી 30 ને મજબૂત ઓર્ડરમાં રૂપાંતરિત કરવાની પુષ્ટિ કરવામાં આવી છે.

કંપનીના જણાવ્યા અનુસાર, ઇન્ડિગોએ હવે તેના વાઇડ-બોડી એરક્રાફ્ટ ઓર્ડરને 30 થી વધારીને 60 એરબસ એ-350-900 એરક્રાફ્ટ કર્યો છે. બંને પક્ષોએ જૂનમાં આ વધારાના 30 એરક્રાફ્ટ માટે સમજૂતી કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા હતા. ઇન્ડિગો પાસે હાલમાં 400 થી વધુ એરક્રાફ્ટનો કાફલો છે.

એ નોંધનીય છે કે, દેશની સૌથી મોટી એરલાઇન તેના આંતરરાષ્ટ્રીય નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. તેની પાસે હવે 40 વધુ એ-350-ક્લાસ એરક્રાફ્ટના ખરીદી અધિકારો છે.

હિન્દુસ્થાન સમાચાર/પ્રજેશ શંકર/પ્રભાત મિશ્રા

હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ


 rajesh pande