
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણના પ્રસિદ્ધ પદ્મનાથ ભગવાનના સપ્તરાત્રી મેળા માટે સ્ટોલની હરાજી મામલતદારની અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. આ હરાજીમાં કુલ 123 ખાણીપીણીનાં સ્ટોલ બોલાવવામાં આવ્યા હતા. મંદિર પરિસર નજીકની જગ્યાના સ્ટોલના ભાવ ઊંચા રહ્યા હતા, જ્યારે બહારના પરિસરના સ્ટોલના ભાવ તુલનાત્મક રીતે ઓછા બોલાયા હતા.
આ વર્ષે હરાજીમાં વધુ વેપારીઓ જોડાતા ભાવમાં આશરે 10 ટકા વધારો નોંધાયો હતો. સ્ટોલના ભાવ 4,500 થી લઈને 45,000 રૂપિયા સુધી રહ્યા હતા. હરાજી પ્રક્રિયા લગભગ છ કલાક ચાલી હતી અને ત્રણ સ્ટોલની હરાજી બાકી રહી હતી.
મંદિર ટ્રસ્ટી, પાટણ સર્કલ ઓફિસર અને તલાટી સહિતના અધિકારીઓની હાજરીમાં હરાજી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાથના રેવડીયા મેળાનો પ્રારંભ કારતક સુદ ચૌદસથી થવાનો છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ