ભાવપરા ગામે જુગાર રમી રહેલ 3 મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર એલ.સી.બીણ ઈન્ચાર્જ પો.ઈન્સ. એચ.એમ.જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભાવપરા ગામ પીર વાળી ધારડીમાં જતા રસ્તે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જે આ
ભાવપરા ગામે જુગાર રમી રહેલ 3 મહિલા સહિત 5 શખ્સો ઝડપાયા.


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર એલ.સી.બીણ ઈન્ચાર્જ પો.ઈન્સ. એચ.એમ.જાડેજાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી સ્ટાફના અધિકારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ભાવપરા ગામ પીર વાળી ધારડીમાં જતા રસ્તે જાહેરમાં અમુક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જે આધારે રેડ કરતા લખુભાઇ ગીગાભાઈ ગોઢાણીયા તેમજ વેજાભાઈ ભોજાભાઈ ઓડેદરા અને રીનાબેન વા/ઓ વનરાજ માલદેભાઇ પરમાર, ભારતીબેન વા/ઓ તુલશી જગાભાઈ રાઠોડ તથા શાન્તીબેન ઉર્ફે શીતલબેન વા/ઓ ખીમા અરજનભાઇ સુંડાવદરા એમ કુલ બે પુરૂષ તથા ત્રણ સ્ત્રીઓને રોકડા રૂ. 53,800/-સાથે ઝડપી બગવદર પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande