બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં યુવકની હત્યાની કોશિશ
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.) : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ પોતાની મોપેડ લઈ અમરોલી વિસ્તારમાં આવેલ રજવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અમરોલી આવાસમાં રહેતા ત્રણ યુવકો બાઇક લઈને રજવાડી ચાર રસ્તા પાસે આવ્યા હતા. જેથી બંનેની બાઈ
knife


સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.) : શહેરના અમરોલી વિસ્તારમાં રહેતો યુવક ગતરોજ પોતાની મોપેડ લઈ અમરોલી વિસ્તારમાં આવેલ રજવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે અમરોલી આવાસમાં રહેતા ત્રણ યુવકો બાઇક લઈને રજવાડી ચાર રસ્તા પાસે આવ્યા હતા. જેથી બંનેની બાઈક સામસામે અથડાઈ ગઈ હતી. જેના કારણે બંને વચ્ચે બોલાચાલી થતા મામલો મારા મારી સુધી પહોંચી ગયો હતો. આ બનાવમાં કોસાડ આવાસમાં રહેતા ત્રણેય ઈસમોએ મોપેડ ચાલક યુવકને ઢીકમુક્કીનો ઢોર માર મારી પોતાની પાસેનું ચપ્પુ કાઢી ઉપરાછાપરી જીવલેણ ઘા મારી દઈ ગંભીર ઈજા પહોંચાડી હત્યાની કોશિશ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર યુવકના મોટાભાઈએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય યુવકો સામે હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ મહારાષ્ટ્રના અંકોલા ગામના વતની અને સુરતના કોસાડ આવાસ અમરોલી વિસ્તારમાં આવેલ ગૌશાળા આવાસ માં રહેતો અક્ષય ઉર્ફે વાંગો દિપકભાઈ શિવરામભાઈ ગવઈ એ ગઈકાલે અમરોલી પોલીસ મથકમાં કોસાડ આવાસમાં જ રહેતા શિવમ ઉર્ફે કાલી કનોજીયા તથા સમીર ઉર્ફે કાલી શેખ અને સુમિત પાંડે સામે હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં અક્ષય ઉર્ફે વાંગો એ જણાવ્યું હતું કે ગત તારીખ 30-10-2025 ના રોજ સાંજે છ વાગ્યાના અરસામાં અક્ષયનો ભાઈ રવિ પોતાની મોપેડ લઈ અમરોલીમાં રજવાડી ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે શિવમ ઉર્ફે કનોજીયા અને સમીર શેખ તથા સુમિત ત્રણે પોતાની બાઇક લઈને જતા હતા. ત્યારે તેમણે રવિ સાથે બાઈક અથડાવી દીધી હતી. ત્યારબાદ ત્રણેય ભેગા મળી રવિને એલફેલ ગાળો આપી ઢીકમુક્કીનો ઢોર માર માર્યો હતો. આ ઉપરાંત સમીર ઉર્ફે કાલીએ પોતાની પાસેનું ચપ્પુ કાઢી રવિને મારી નાખવાના ઇરદા સાથે ગળામાં પીઠ ઉપર અને પગના ભાગે ઉપરા છાપરી જીવલેણ ઘા મારી હત્યાની કોશિશ કરી હતી. જેથી આખરે ભોગ બનનાર રવિના ભાઈ અક્ષયએ આ મામલે અમરોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણેય સામે હત્યાની કોશિશ નો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande