ખંભાળિયા હાઇવે પર બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : રામવાવ પાસે ખંભાળિયા પોરબદંર હાઈવેરોડ ઉપર એક મોટર સાઈકલ ચાલાક તેના કબ્જાનું વાહન રોન્ગ સાઈડમાં પૂર ઝડપે માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવતો હતો. જેને લીધે અકસ્માત સર્જાતા અડવાણા ગામના 28 વર્ષીય યુવાન દેવાંગ ઓડેદરાને માથા
ખંભાળિયા હાઇવે પર બાઈક ચાલકે અકસ્માત સર્જ્યો


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : રામવાવ પાસે ખંભાળિયા પોરબદંર હાઈવેરોડ ઉપર એક મોટર સાઈકલ ચાલાક તેના કબ્જાનું વાહન રોન્ગ સાઈડમાં પૂર ઝડપે માનવ જિંદગી જોખમાઈ તે રીતે ચલાવતો હતો. જેને લીધે અકસ્માત સર્જાતા અડવાણા ગામના 28 વર્ષીય યુવાન દેવાંગ ઓડેદરાને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ મામલે દેવાંગ ઓડેદરાએ મોટર સાઈકલના ચાલાક વિરુદ્ધ બગવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande