પોરબંદર જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન વરસાદની સંભાવના
વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ. પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા મળેલી આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં આગાહીના અનુમાનને ધ્યાનમાં રા
પોરબંદર જિલ્લામાં આગામી બે દિવસ દરમિયાન વરસાદની સંભાવના


વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સાવચેત રહેવાની અપીલ.

પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : હવામાન વિભાગ દ્વારા મળેલી આગાહી મુજબ આગામી બે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.પોરબંદર જિલ્લામાં આગાહીના અનુમાનને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને સતર્ક રહેવા તથા સાવચેતીના તમામ પગલાં અનુસરવા અપીલ કરવામાં આવી છે.

આગાહી ભાગરૂપે નાગરિકોએ બિનજરૂરી રીતે નદી, નાળા, વહેણ તથા પાણી ભરાતા નીચાણવાળા વિસ્તારોમાં જવાનું ટાળવું. વરસાદી માહોલમાં અનાવશ્યક મુસાફરી ન કરવી, વીજળીના તાર કે ખંભા નજીકથી દૂર રહેવું તેમજ બાળકોને પણ પાણી ભરાયેલા વિસ્તારોથી દૂર રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે.વધુમાં નાગરિકોએ પાણી ભરાયેલા રસ્તાઓ અથવા અડધી રીતે ડૂબેલા પુલ પરથી પસાર ન થવું.

વીજળીના તાર તૂટ્યા હોય તો તાત્કાલિક વિજ વિભાગને જાણ કરવી. તેમજ માછીમારોને દરિયાકિનારે ન જવા તેમજ માછીમારી પ્રવૃત્તિઓ ટાળવાની સલાહ આપવામાં આવી છે.કોઈ આપત્તિજનક પરિસ્થિતિ સર્જાય તો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ નંબર 0286-2220800 અને 0286-2220801 અને DEOC- 1077 પર

સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.

નાગરિકોએ તંત્ર દ્વારા આપવામાં આવતી હવામાન તથા સુરક્ષા સંબંધિત સૂચનાઓને અનુસરવી અને વરસાદી દિવસોમાં સુરક્ષિત સ્થળે રહીને સ્વયં અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત રાખવી એ દરેક નાગરિકનો કર્તવ્ય છે. આગામી બે દિવસ દરમિયાન હવામાનની સ્થિતિને ધ્યાને રાખીને સતર્કતા રાખવા નાગરિકોને પોરબંદર વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande