સુરતમાં ખુરશી પર બેઠેલા એમ્બ્રોઈડરી ખાતેદારના અચાનક બેભાન થયા બાદ મોત
સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.)-શહેરમાં છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થઈ જવાને પગલે તેમજ હાર્ટ એટેકને કારણે એક પછી એક યુવાનો અને આધેડ વયના વ્યક્તિઓના મોત નીપજી રહ્યા છે. દરમિયાન આ ઘટનાઓ હજી પણ યથાવત રહેવા પામી છે, ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એમ્
Death


સુરત, 31 ઓક્ટોબર (હિ.સ.)-શહેરમાં છેલ્લા ઘણા સમયથી અચાનક બેભાન થઈ જવાને પગલે તેમજ હાર્ટ એટેકને કારણે એક પછી એક યુવાનો અને આધેડ વયના વ્યક્તિઓના મોત નીપજી રહ્યા છે. દરમિયાન આ ઘટનાઓ હજી પણ યથાવત રહેવા પામી છે, ત્યારે શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા એમ્બ્રોઈડરી કારખાનેદારનું ખાતામાં જ ખુરશી ઉપર બેઠા બેઠા અચાનક બેભાન થઈ જવાને પગલે મોત નીપજ્યું હતું જોકે તેમના મોત પાછળ હાર્ટ અટેક હોવાનું કારણ હાલમાં પરિવારજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું.

અમરોલી પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ગજેરા સર્કલ પાસે આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા ૪૭ વર્ષીય પ્રવીણભાઈ પ્રેમજીભાઈ લાઠીયાનું અમરોલી વિસ્તારમા એમ્બ્રોઇડરીનું ખાતું આવેલું છે દરમિયાન ગઈકાલે તેઓ ખાતામાં પોતાની ઓફિસમાં ખુરશી ઉપર બેઠા હતા ખુરશી ઉપર બેઠા બેઠા અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા આ અંગે જ્યારે તેમના પરિવારજનોને જાણ થતા તેઓ તાત્કાલિક ત્યાં દોડી ગયા હતા અને તેમને એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા વધુમાં તેમના સગા અમરીશભાઈએ જણાવ્યું હતું કે પ્રવીણભાઈને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે અને અમરોલી વિસ્તારમાં તેમનું એમ્બ્રોઈડરીનું ખાતું આવેલું છે ગઈકાલે તેઓ ખાતાની ઉપર ટેરેસ પર તેમની ઓફિસમાં એકલા જ ખુરશી ઉપર બેઠા હતા ત્યારે અચાનક તેઓ બેભાન થઈ ગયા હતા. જોકે ત્યારે આ અંગે કોઈને ખબર ન હતી, કેટલાક સમય બાદ મટીરીયલ્સ લેવા આવતો એક વ્યક્તિ તેમનો સિગ્નેચર કરાવવા ગયો હતો ત્યારે તેમને ખુરશી ઉપર બેભાન જોઈને તેણે તેમના કારીગરોને જાણ કરી હતી ત્યારબાદ આ સમગ્ર ઘટના અંગે ખબર પડી હતી અને પછી તેમને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જોકે હાર્ટ એટેકના લીધે તેમનું મોત થયું હોવાનું લાગી રહ્યું છે,પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું સાચું કારણ જાણવા મળી શકે છે. આ અંગે હાલમાં અમરોલી પોલીસ વધુ તપાસ કરી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande