
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદરના બગવદર પોલીસ સ્ટેશનમાં પૈસાની લેતી-દેતી મામલે થયેલી માથાકૂટમાં ફરિયાદ દાખલ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ગિરીશ બાબુભાઈ સાદીયાએ દાખલ કરાવેલ ફરિયાદ મુજબ તેના ફઈના દીકરા દિલકેશે આરોપી ઓઘડ બાબુભાઈ ઓડેદરા પાસે મોબાઈલ ગીરવે રાખી પૈસા ઉછીના લીધા હતા જે મામલે મોબાઈલ પરત માંગતા ઓઘડ બાબુભાઇ સાદીયાએ ગિરીશ બાબુભાઇ સાદીયા અને દિલકેશને જ્ઞાતી પ્રત્યેઅપમાનીત કરી, જાહરેમાં ભૂંડી ગાળો આપી, ઢીકા-પાટુનો માર માર્યો હતો.
દીલકેશને બચાવવાં ફરી ની પત્ની, ફઈનો દીકરો ઓમ તથા ફઈની દીકરી વચ્ચે પડતા આવતાં ઓઘડ બાબુભાઇ અને બાબુભાઈએ ફરિયાદી ગિરીશભાઈના દીકરા ઓમને મારી મૂંઢ ઈજાઓ પહોંચાડી હતી. આ દરમિયાન એક અજાણ્યો શખ્સ પણ ત્યાં આવી પહોંચ્યો હતો જેણે પણ ફરિયાદી ગીરીશભાઈ અને દિલકેશને ઢોર માર માર્યો હતો. તો સામે બાબુભાઇ ઓડેદરાએ પણ ગિરીશ સાદીયા અને દિલકેશ લાખાભાઈ વેગડા વિરુદ્ધ તેઓની દુકાને આવી માથાકૂટ કરી ભૂંડી ગાળો આપી ફરિયાદી બાબુભાઈના ભત્રીજા વચ્ચે પડતા તેઓને પણ ધક્કો મારી ઢીકા-પાટુનો માર માર્યો હોવાની ફરિયાદ દાખલ કરાવી છે. આ મામલે બગવદર પોલીસે બંને પક્ષોની ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya