
જામનગર, 31 ઓક્ટોબર (હિ.સ.) : દિવાળીના તહેવારોના કારણે જામનગર એસ.ટી. ડિવિઝન દ્વારા વધારાની બસો દોડાવવામાં આવી હતી જેમાંથી રૂ. ૧૬ લાખ ૧૮ હજારની આવક થવા પામી છે.
દિવાળીના તહેવારોમાં મુસાફરી ધસારાને ધ્યાનમાં લઈને જામનગર એસ.ટી. વિભાગ દ્વારા જૂનાગઢ, સોમનાથ, રાજકોટ, ગોધરા, દાહોદ માટે વધારાની બસો દોડાવવામાં આવી હતી. તા. ૧૬ થી ર૮ ઓક્ટોબર સુધી આ વધારાની બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું.
આ બસોની કુલ ૩ર ટ્રીપ કરવામાં આવી હતી અને ૧ર,૭૭૬ મુસાફરોએ આ બસમાં મુસાફરી કરી હતી. તેમાંથી રૂ. ૧૮,૭૭૩ ની આવક થવા પામી હતી. વધારાની બસ દોડાવવાથી મુસફારોને રાહત મળી હતી અને આસાનથી પોતાના ગંતવ્ય સ્થળે પહોંચી ગયા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt