

પાટણ,31 ઓક્ટોબર (હિ.સ.) ગુજરાતના સપૂત, લોહપુરુષ ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મ જયંતિ રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સિદ્ધપુર ખાતે તેમની પ્રતિમાને બલવંતસિંહ રાજપૂતે આદરપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આદર્શોને પ્રજા સમક્ષ મૂક્યા તેઓની સાથે ભાજપના કાર્યકરો હોદ્દેદારો અને આગેવાનોએ પણ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ કરી.
તે ઉપરાંત સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામના કડવા પાટીદાર સમાજ આયોજિત 31 માં સમૂહ લગ્ન સમારોહમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી 17 નવ દંપત્તિઓને સુખી દાંપત્ય જીવનના આશીર્વાદ આપ્યા તેમજ લગ્નોત્સવના દાતાઓ અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવી તેમણે જણાવ્યું કે સમૂહલગ્ન એ સામાજિક એકતાનું પ્રતિબિંબ છે આ પ્રસંગે સામાજિક આગેવાનો સહિત સમગ્ર પાટીદાર સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
તે ઉપરાંત સિદ્ધપુર ખાતેની મેરીગોલ્ડ હોટલ ખાતે ગાંધીનગર વિભાગ દ્વારા આયોજિત ઇન્સ્યોરન્સ પેન્શનર એસોસિએશન દ્વારા યોજવામાં આવેલ સ્નેહ મિલન સમારંભમાં ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે ઉપસ્થિત રહી જણાવ્યું કે પેન્શનર મિત્રો સમાજના અનુભવ, જ્ઞાન અને નિષ્ઠાના આધાર સ્તંભ છે તેમની લાંબી સેવા યાત્રાને માન આપવાનો આ કાર્યક્રમ સુંદર છે. આવા કાર્યક્રમો સહકાર, સ્નેહ અને એકતાના સંબંધોને વધુ મજબૂત બનાવે છે અને એ જ આપણા સમાજની સાચી શક્તિ છે.
સિદ્ધપુર તાલુકા પંચાયત ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતના હસ્તે સ્વચ્છ ભારત મિશન ગ્રામિણ હેઠળ ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે ૨૬ ઈ-રિક્ષાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, તાલુકા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન, સિનિયર આગેવાનો, ડેલિકેટો જે ગામના રિક્ષાઓનો લાભ મળ્યો તે ગામના સરપંચશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતો સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ