પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા અડચણરૂપ વાહન પાર્ક કરનાર સામે પોલીસ ફરિયાદ
પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને ભયજનક રીતે પાર્ક કરેલા ત્રણ જેટલા વાહનો ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા ફરિયાદ દાખલ કરી છે. પોરબંદર જિલ્લાના રોકડીયા હનુમાન મંદિર પાસે સર્વિસ રોડ પર પોતાના કબ્
પોરબંદર જિલ્લા પોલીસ દ્વારા અડચણરૂપ વાહન પાર્ક કરનાર સામે પોલીસ ફરિયાદ


પોરબંદર, 31 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર જિલ્લામાં પોલીસ દ્વારા ટ્રાફિકને અડચણ રૂપ અને ભયજનક રીતે પાર્ક કરેલા ત્રણ જેટલા વાહનો ચાલકો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરતા ફરિયાદ દાખલ કરી છે. પોરબંદર જિલ્લાના રોકડીયા હનુમાન મંદિર પાસે સર્વિસ રોડ પર પોતાના કબ્જા વાળી વાળી ઠાઠા રિક્ષાના ચાલકે તેની રીક્ષા ટ્રાફિકને અડચણરૂપ થાય તેમજ અકસ્માત થાય તેરીતે ભયજનક રીતે રાખી મળી આવતા તેના વિરુદ્ધ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં તેમજ અન્ય એક બનાવમાં માધવપુર હાઈવે પર જાહરે રોડ ઉપર ભયજનક રીતે રાહદારી માણો અને વાહનોને ચાલવામા અડચણરૂપ થાય તે રીતે મળી તેમજ એક ચાલકે તેના કબ્જા વાળો ટાટા કંપનીનો બોઘી ટ્રક જાહરે રોડ પર ભયજનક રીતે રાહદારી માણસો અને વાહનોને ચાલવામાં અડચણરૂપ થાય તે રીતેરાખી મળી આવતા બંને ચાલકો વિરુદ્ધ માધવપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande