સિદ્ધપુરમાં સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયુ
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ એવ સરદાર વલ્લભભાઈ પટેલ ની 31 ઓક્ટોબર જન્મ જયંતી નિમિત્તે સિદ્ધપુર જુના ટાવર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે માલ્યાર્પણ કરાયુ. આ સાથે નગર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપ પ્રમ
સિદ્ધપુરમાં સરદાર પટેલની પ્રતિમા ને માલ્યાર્પણ કરાયુ


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : લોખંડી પુરુષ એવ સરદાર વલ્લભભાઈ પટેલ ની 31 ઓક્ટોબર જન્મ જયંતી નિમિત્તે સિદ્ધપુર જુના ટાવર પાસે આવેલ સરદાર પટેલની પ્રતિમાને ધારાસભ્ય બળવંતસિંહ રાજપૂતના હસ્તે માલ્યાર્પણ કરાયુ. આ સાથે નગર પાલિકા પ્રમુખ અનિતાબેન પટેલ, ઉપ પ્રમુખ સોનલબેન ઠાકર , કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે, જયેશભાઈ પંડ્યા, મનીષભાઈ આચાર્ય, એ.પી.એમ.સી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સહીત ભાજપના હોદ્દેદારો તેમજ સિદ્ધપુર નગરજનો દ્રારા માલ્યાર્પણ કરવામા આવ્યુ હતુ.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande