
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : આજરોજ આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત સિદ્ધપુર તાલુકાની વાધણા તથા કાકોશી જિલ્લા પંચાયત સીટનું સ્નેહમિલન સંમેલન કાકોશી ખાતે યોજાયું. જેમાં મુખ્ય વક્તા તરીકે જિલ્લા ભાજપ તથા જિલ્લા પંચાયત પાટણના પૂર્વપ્રમુખ મોહનભાઈ કે પટેલ, તાલુકા પ્રમુખ મુકેશભાઈ ચૌધરી વિધાનસભા સીટના વાલી સંજયભાઈ પટેલ તથા બંને મહામંત્રી અભુજી ઠાકોર તથા શૈલેષભાઈ તથા મોટી સંખ્યામાં શક્તિ કેન્દ્રના સંયોજકો બુથ પ્રમુખઓ તથા ભારતીય જનતા પાર્ટીને સમર્પિત સિનિયર કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા, સૌએ નૂતન વર્ષના અભિનંદન પાઠવી આત્મનિર્ભર ભારત સ્વદેશી અપનાવોના સંકલ્પ લીધા હતા.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ