ચાણસ્માથી માં અંબાના દર્શન માટે પગપાળા સંઘોનું પ્રસ્થાન શરૂ
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : ચાણસ્મામાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કાત્યોક સુદ સાતમથી તેરસ સુધી માઈ ભક્તો પગપાળા અંબાજી માતાના દર્શન માટે જઈ રહ્યા છે. સામાન્ય રીતે રાજ્યભરમાં ભાદરવી સુદ એકમથી પૂનમ સુધી યાત્રા થાય છે, પરંતુ ચાણસ્માના ભક્તો ક
ચાણસ્માથી માં અંબાના દર્શન માટે પગપાળા સંઘોનું પ્રસ્થાન શરૂ


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : ચાણસ્મામાં વર્ષોથી ચાલતી પરંપરા મુજબ આ વર્ષે પણ કાત્યોક સુદ સાતમથી તેરસ સુધી માઈ ભક્તો પગપાળા અંબાજી માતાના દર્શન માટે જઈ રહ્યા છે. સામાન્ય રીતે રાજ્યભરમાં ભાદરવી સુદ એકમથી પૂનમ સુધી યાત્રા થાય છે, પરંતુ ચાણસ્માના ભક્તો કાત્યોક મહિનામાં આ ધાર્મિક યાત્રા કરે છે.

ગુરુવારે ચાણસ્મા શહેરના મોરારદાસનો વિસ્તાર સહિત કાનદાસપુરા, જેતાપુરા, ખાડીયા ચોક, કોટવાળીયા અને રામજી મંદિર વિસ્તાર પરથી સંઘોનું પ્રસ્થાન થયું હતું. વરસાદી માહોલ વચ્ચે ભક્તો ધ્વજા લઈને ‘જય મા અંબે’ના નાદ સાથે આગળ વધ્યા હતા. બે દિવસમાં કુલ ૨૦ જેટલા સંઘો રવાના થવાના છે, જેમાં ગુરુવારે ૧૦ અને શુક્રવારે અન્ય ૧૦ સંઘો નીકળશે.

શહેરમાંથી સૌથી જૂનો અને મોટો ૧૫૦ સભ્યોનો અંબા સંઘ દર વર્ષે જાય છે. આ વર્ષે પણ કુલ ૩૦૦થી વધુ ભક્તો અંબાજી માતાના પવિત્ર દર્શન માટે નીકળ્યા છે, જ્યાં માર્ગમાં વિવિધ દાતાઓ દ્વારા યાત્રાળુઓને સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande