


પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : આજરોજ સિદ્ધપુર પોલીસ સ્ટેશન દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પ્રસંગે એકતા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું નેતૃત્વ પી.આઈ. જે.બી. આચાર્ય દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં પોલીસ કર્મચારીઓએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો હતો.
આ અવસરે શહેરમાં એકતા દિવસની રેલી પણ યોજાઈ હતી, જેમાં સિદ્ધપુર પોલીસ તથા હોમગાર્ડના જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. રેલી દરમિયાન નાગરિકોને રાષ્ટ્રીય એકતા જાળવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને સૌમાં દેશપ્રેમનો ઉત્સાહ ફેલાયો હતો.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ