
પાણી ટેન્કરો મારફતે પૂરું પાડવામાં આવશે.
પાટણ, 31 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ નગરપાલિકાએ જણાવ્યું છે કે ખોરસમ પમ્પિંગ સ્ટેશન નજીક મુખ્ય પાઇપલાઇન તૂટી જવાથી નર્મદા કેનાલ આધારિત સુજલામ સુફલામ યોજના હેઠળ સિદ્ધિ સરોવરમાં પાણી આવતું બંધ થઈ ગયું છે. હાલ સમારકામનું કામ શરૂ કરવામાં આવ્યું છે અને તાત્કાલિક સમયગાળા માટે પીવાનું પાણી ટેન્કરો મારફતે પૂરું પાડવામાં આવશે.
શહેરીજનોને અસુવિધા ન થાય તે માટે નગરપાલિકાએ દરેક વોર્ડમાં પાણીના ટેન્કરોની વ્યવસ્થા કરી છે. નાગરિકો પાણી વિતરણ સંબંધિત જરૂરિયાત માટે પોતાના વિસ્તારના વોર્ડ સુપરવાઇઝરનો સંપર્ક કરી શકે છે. સંપર્ક માટેના નંબરો આ પ્રમાણે છે — જી.ઈ.બી. વિસ્તાર: કિરણ પરમાર (મો. 98254 30988), કાજી વડા બોર: હિમાંશુ સોલંકી (મો. 94268 20594), ગુણવતા બોર: અનિલ પરમાર (મો. 94268 20582), કળકા બોર: પાર્થ પટેલ (મો. 94268 20575), વાહન શાખા: પાર્થ મોદી (મો. 98799 95095) તેમજ નગરપાલિકા લેન્ડલાઇન નંબર 02672 233232 પર પણ સંપર્ક કરી શકાય છે.
નગરપાલિકાએ સ્પષ્ટ કર્યું છે કે સમારકામનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ વૈકલ્પિક પાણી વિતરણ વ્યવસ્થા ચાલુ રહેશે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ