અંબાજી05 ઓકટોબર (હિ. સ)ભારતીય
સંસ્કૃતિના મૂળમાં સંગઠિત શક્તિ દ્વારા અધર્મના વિજયના ભાગરૂપે વિજયા દશમી નો પર્વ
મનાવવામાં આવે છે ત્યારે સમગ્ર ભારત દેશમાં સૌથી અગ્રણી સંસ્થા આરએસએસ એટલે કે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેની સ્થાપના 1925 માં કરવામાં આવી હતી જેના સો વર્ષ પૂર્ણ થતા રાજ્ય નહીં પણ,
દેશભરમાં આરએસએસની સંઘની વર્ષ પરંપરા મુજબ શતાબ્દીની ઉજવણી કરાઈ રહી છે.
જેના
ભાગરૂપે યાત્રાધામ અંબાજી ખાતે દાંતા કે હડાદ નહીં પણ અંબાજી તાલુકાના, 87 જેટલા ગણવેશ ધારી સ્વયંસેવકો આ
કાર્યક્રમમાં જોડાયા હતા. જ્યારે બનાસકાંઠા જિલ્લાના સહ કાર્યવાહક લાલજીભાઈ દેસાઈ ,તાલુકા કાર્યવાહક જીતેન્દ્ર પ્રજાપતિ
સાથે તાલુકા બૌદ્ધિક પ્રમુખ સાથે રહી અને સ્વયંસેવકના શસ્ત્ર ગણાતા શસ્ત્ર લાઠી નું પૂજન કરવામાં આવ્યું હતું તેમ જ વિવિધ કાર્યક્રમો યોજીને આરએસએસના
100 વર્ષની શતાબ્દીની ઉજવણી કરવામાં
આવી હતી અને સાથે લોકોમાં ભારતીય સંસ્કૃતિ ,સંસ્કાર ,રાષ્ટ્રીય એકતા સાથે આત્મવિશ્વાસને પ્રબળ બનાવવા માટેનું આહવાન
કરવામાં આવ્યું હોવાનું .ભરતભાઈ ગઢવી પ્રમુખ તાલુકા બૌધિક ,અંબાજી તાલુકા એ જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ