પોરબંદરમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ
પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સંરક્ષણની રચના, તેની ભૂમિકા તથા આપત્તિ સમયે પ્રદાન કરાતી 12
પોરબંદરમાં જિલ્લા કલેક્ટરના માર્ગદર્શનમાં નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ યોજાઈ.

પોરબંદર, 5 ઓક્ટોબર (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેક્ટર એસ. ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિક સંરક્ષણની રચના, તેની ભૂમિકા તથા આપત્તિ સમયે પ્રદાન કરાતી 12 સેવાઓ અંગે જનજાગૃતિ ઊભી કરવાનો હતો.

આ તાલીમ પોરબંદર હોમગાર્ડના સેકન્ડ ઇન કમાન્ડ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈન્ટરનેશનલ ટ્રેનર ત્રિલોકકુમાર ઠાકર દ્વારા આપવામાં આવી હતી.

આ પ્રસંગે પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લાના કલેક્ટર એસ. ડી. ધાનાણી, નશાબંધી અધિકારી ગોહિલ, ડીપીઓ ગૌતમ વાળા, ડિઝાસ્ટર શાખાના પરમાર, જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ જોશી તથા અન્ય વિભાગોના અધિકારીઓ અને આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande