NMEO યોજના હેઠળ મહેસાણા તાલુકાના શોભાસણ ગામે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો
મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): ખેડૂતોની આવકમાં વધારો અને દેશને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે મહેસાણા તાલુકાના શોભાસણ ગામે NMEO (નેશનલ મલ્ટી એગ્રિકલ્ચર ઓપરેશન) યોજના અંતર્ગત વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં મદદનીશ ખેતી
NMEO યોજના હેઠળ મહેસાણા તાલુકાના શોભાસણ ગામે ખેડૂત તાલીમ કાર્યક્રમ યોજાયો


મહેસાણા, 5 ઓક્ટોબર (હિ.સ.): ખેડૂતોની આવકમાં વધારો અને દેશને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે મહેસાણા તાલુકાના શોભાસણ ગામે NMEO (નેશનલ મલ્ટી એગ્રિકલ્ચર ઓપરેશન) યોજના અંતર્ગત વિશેષ તાલીમનું આયોજન કરાયું હતું. આ તાલીમમાં મદદનીશ ખેતી નિયામક વિજાપુર અને વૈજ્ઞાનિક તરીકે કવિકે ખેરવા જમણી રીતે જોડાયા હતા. તાલીમમાં ખેડૂતોને તેલીબિયાં ખેતીની આધુનિક પદ્ધતિઓ, યોગ્ય ટેક્નિક્સ, પાક સંભાળ અને ખર્ચ ઘટાડવા માટેના ઉપાયો વિશે સમજાવાયું. ખેડૂતોને ઉત્પાદન વૃદ્ધિ માટે ઉપયોગી વૈજ્ઞાનિક માહિતી તેમજ માર્કેટિંગની કૌશલ્ય આપવાની પ્રક્રિયા પણ અમલમાં આવી. ખાસ કરીને નાની અને મધ્યમ કક્ષાના ખેડૂતો માટે આ તાલીમ દ્વારા નવું આવક સ્ત્રોત ઊભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. NMEO યોજના હેઠળ આવનાર સહાય અને તાલીમનો લાભ લઈને ખેડૂતો પોતાના પરંપરાગત પાકમાં નવી પદ્ધતિઓ અપનાવીને તેલીબિયાં ઉત્પાદનમાં આત્મનિર્ભર બની શકશે. આ કાર્યક્રમ ખેડૂતો માટે નવી દિશા અને પ્રેરણા પુરુ પાડે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande