જામનગર, 5 ઓક્ટોબર (હિ.સ.) : જામનગર ખાદી ભંડાર દ્રારા ગાંધી જયતી નિમિતે પ્રથમ દિવસે ખાદીનું વેચાણ રૂ. 6 લાખનું કરીને નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું ખાદી ભંડારના મેનેજરે જણાવ્યું હતું
ગુજરાત સહિત દેશભરમાં ખાદીની ખરીદી અને વેચાણનું વિશાળ નેટવર્ક ધરાવતી ખાદી સંસ્થા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ હસ્તક જામનગરમાં ખાદી ભંડારમાંથી રૂ.28 લાખની ખાદીનું વેચાણ થયેલ હતું. તેથી સૌરાષ્ટ્રમાં જામનગર ખાદી ભંડાર વેચાણક્ષેત્રે નમ્બર વન ઉપર રહે છે.
જામનગર ખાદી ભંડારના મેનેજર જયદેવ ત્રિવેદીએ વાતચીતમાં જણાવ્યું હતું કે ખાદી વળાટ કામ કરતા કારીગરોની મજૂરીમાં વધારો થયો છે. આ સાથે કાચો માલના ભાવ વધ્યા છે. જેથી સ્વભાવિક છે મેં ખાદીની બનાવટ વિવિધ આઈટમોના ભાવમાં વધારો થયો છે.
આજથી પાંચ વર્ષ પહેલા શેતરંજી ના ભાવ રૂ.150 હતા તેના આજે 600 આંબી ગયા છે. તેજ રીતે જે આસન પટ્ટાના ભાવમાં ઉછાળો આવીને રૂ. 250 પહોંચ્યા છે. આમ દિનપ્રતિદિન ખાદી મોંઘી થતી જાય છે. ખાદીનું વેચાણ ખાસ ગાંધી જયતી નિમિતે વળતર ના સમયે વધારે થાય છે. ગત વર્ષે ખાદીનું વેચાણ રૂ.28 લાખનું થયેલ હતું આ વખતે રૂ.30 લાખનો ટાર્ગેટ આપેલ હોવાનું મેનેજર જયદેવ ત્રિવેદી જણાવ્યું હતું.
2 ઓક્ટોબરથી દર વર્ષે ગુજરાત સરકાર જે 20 ટકાનું ડીસ્કાઉન્ટ જાહેર કરે છે તે આજ સુધી કર્યું નથી. 2 ઓક્ટોબરથી 31 ડિસેમ્બર સુધી જે વળતર આપવામાં આવતું હોય છે.
જેના કારણે ખાદી ભંડારમાંથી વધુ ખાદીનું ખરીદી કરવા આગેવાનો અને લોકો આવતા હોય છે.જેમાં પ્રથમ દિવસે ભાજપના શહેર પ્રમુખ બીનાબેન કોઠારી, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશ અકબરી, મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેડનિંગ કમિટી ચેરમેન નિલેશ કગથરા, શાસકપક્ષના નેતા આશિષ જોષી, દંડક કેતન નાખવા, કોર્પોરેટરો, પૂર્વ શહેર અધ્યક્ષ હસમુખ હિંડોચા સહિતના આગેવાનો અને કાર્યકરો ખાદીની ખરીદી કરી હતી.
અન્ય લોકોએ પણ ખરીદી કરતા પ્રથમ દિવસે જ રૂ. 6 લાખની ખાદીનું વેચાણ થયુ હોવાનું જામનગર ખાદી ભંડારના મેનેજર જયદેવભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું.તેઓ ઉમેરીયું હતું કે ગત વર્ષનો ખાદીના વેચાણનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે એ રૂ. 30 લાખની ખાદીનું વેચાણ કરવાનો લક્ષયક છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt