પ્રશ્નાવડા ગામે સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે, તાલુકા લેવલનો પંથ સંચલન કાર્યક્રમ યોજાયો
ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ સંઘ શતાબ્દી વર્ષ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં ઐતિહાસિક પથસંચલન, શસ્ત્ર-શાસ્ત્રની ઉપાસનાનો ઉત્સવ વિજયાદશમી પ્રશ્નાવડા ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો. સમગ્ર દેશ અને દુન
સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે તાલુકા લેવલનો પંથ સંચલન કાર્યક્રમ


ગીર સોમનાથ 5 ઓક્ટોબર (હિ.સ.) ગીર સોમનાથ સંઘ શતાબ્દી વર્ષ નિમિતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા તાલુકાના પ્રશ્નાવડા ગામમાં ઐતિહાસિક પથસંચલન, શસ્ત્ર-શાસ્ત્રની ઉપાસનાનો ઉત્સવ વિજયાદશમી પ્રશ્નાવડા ખાતે ભવ્ય અને દિવ્ય રીતે ઉજવાયો.

સમગ્ર દેશ અને દુનિયાભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ શતાબ્દી વર્ષ ઉત્સવ વિશે સમાજમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ત્યારે ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકા દ્વારા વિજયાદશમી નિમિતે પ્રશ્નાવડા ખાતે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમ યોજાયો હતો. સમગ્ર ગામમાં સ્વયંસેવકો દ્વારા ઘોષ અને વાદ્યોના તાલે પથસંચલન નીકળ્યું ત્યારે ગામજનો દ્વારા પરિવાર સાથે ઠેર ઠેર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તથા પુષ્પા વર્ષા કરવામાં આવી હતી. સમગ્ર પ્રશ્નાવડામાં રાષ્ટ્ર આરાધના જેવો માહોલ સર્જાયો હતો. પ્રજાજનો અને પરમેશ્વર બધા જ આશીર્વાદ આપી રહ્યા હતા.

સમગ્ર પ્રશ્નાવડા આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે લોકો સંઘ દર્શન માટે જોવા મળ્યા હતા. યોગ આસન અને વિવિઘ કાર્યક્રમો સ્વયંસેવકો દ્વારા રજૂ કરવામાં આવ્યા તે સુત્રાપાડા તાલુકો તેમજ ગામજનો દ્વારા નિહાળવામાં આવ્યા હતા. સ્વયંસેવકો શિસ્તબદ્ધ રીતે સંઘના ગણવેશમાં જોડાયા હતા.જેમાં તાલીમબદ્ધ સ્વંયસેવકોએ દંડ, યોગ, પ્રહાર, સમતા, વ્યાયામ, યોગ, આસનો તથા વિવિધ પ્રયોગો રજૂ કરવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, સંઘના જિલ્લા તથા વિભાગના પ્રતિનિધિઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સુત્રાપાડા તાલુકા દ્વારા શાસન, પ્રશાસન તથા સર્વે સાથી સહયોગીઓનું અભિવાદન કર્યું હતું તેમજ અતિથિનું પણ ભારતમાતાની પ્રતિમા તથા પુસ્તક આપી સ્વાગત અભિવાદન કર્યું હતું. સંઘના પ્રતિનિધિ દ્વારા સમાજના માર્ગદર્શન માટે વિજયાદશમી ઉત્સવ અને શતાબ્દી વર્ષની રૂપરેખા રજૂ કરવામાં આવી હતી. સૌ સ્વયંસેવકો તથા તાલુકાના અગ્રણીઓ દ્વારા શસ્ત્ર પૂજન સામુહિક રીતે કરવામાં આવ્યું હતું. તેમજ પંચ પરિવર્તન તથા શતાબ્દી વર્ષ નિમિત્તે કરવામાં આવનારા વર્ષ દરમ્યાન કાર્યક્રમો વિશે પણ માહિતી આપવામાં આવી હતી. સુત્રાપાડા તાલુકાના સમાજના અગ્રણીઓ, પ્રતિષ્ઠિત આગેવાનો તથા ગામ જનો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande